ડિજિટલ ઇન્ડિયા : એપલ – ગુગલને ટક્કર આપવા ભારત પોતાનું એપ સ્ટોર લોન્ચ કરશે

0
9

ભારત સરકાર હવે પોતાનું પ્લેય સ્ટોક લોંચ કરવાની તૈયારી રહ્યુ છે. એપ્પલ અને આલ્ફાબેટની કંપની ગુગલ પર નિર્ભરતા ઓછી કરવા માટે ભારત પોતાનું એપ સ્ટોર લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યુ છે. આજે ગુરુવારે સુત્રોના હવાલાથી આ માહિતી જાણવા મળી છે. એવુ મનાઇ રહ્યુ છે કે, મોદી સરકાર પોતાની માટે મોબાઇલ સર્વિસ એપ સ્ટોક તૈયારી કરી શકે છે.

પ્રાપ્ત માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર આ ઉદ્દેશ્યની માટે પોતાની મોબાઇલ સેવા એપ સ્ટોર ચાલુ કરી શકે છે.

સરકારી સુત્રોએ જણાવ્યુ કે, એન્ડ્રોઇડની ભારતમાં 97 ટકા બજાર હિસ્સેદારી છે. એવામાં સરકારે તેમાં હસ્તક્ષેપ કરવો જોઇએ અને ભારતીય સ્ટાર્ટઅપ્સની મદદ કરવી જોઇએ. સુત્રોએ કહ્યુ કે, આ સ્ટોર ગુગલ કે એપલની જેમ એપ સ્ટોર તૈયાર કરવા માટે 30 ટકા ફી લાગશે નહીં. ઉપરાંત સરકાર એવી યોજના અંગે પણ વિચારણા કરી રહી છે કે એન્ડ્રોઇડ ફોનમાં તેની એપ્સને પ્રી-ઇન્સ્ટોલ કરવાનું ફરજિયાત બનાવાઇ શકાય.

ગુગલની સાથે વિવાદઃ

તાજેતરમાં ભારતીય સ્ટાર્ટઅપ્સ અને ગુગલના ઘણા વિવાદો સામે આવ્યા છે. ગુગલે ભારતીય એપ Paytm બાદ હવે ફૂડ ડિલિવરી સર્વિસ પ્રોવાઇડર કંપની ઝોમાટો અને સ્વિગીને નોટિસ મોકલી છે. તેમની ઉપર એવો આરોપ મૂક્યો છે કે ઝોમાટો અને સ્વિગી પ્લે સ્ટોરની માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કરી રહી છે. ગુગલે આ બંને કંપનીઓને નોટિસ મોકલીને તેમના ગેમિંગ ફિચર્સ અંગે આપત્તિ વ્યક્ત કરી છે.

તાજેતરમાં જ ગુગલે ભારતીય ડિજિટલ પેમેન્ટ એપ Paytmને પોતાના પ્લેસ્ટોરમાંથી હટાવી દીધી હતી. ગુગલે એવો આરોપ મૂક્યો કે Paytm પોતાના પ્લેટફોર્મ પર રતમના સટ્ટાકીય પ્રવૃત્તિના નીતિનિયમોનું ઉલ્લેઘન કરી રહી છે. અલબત્ત થોડાંક કલાક બાદ જ Paytmને પ્લેટ સ્ટોરમાં ફરી રિ-સ્ટોર કરી દેવામાં આવી હતી. Paytm એ ગુગલના આરોપને ફગાવતા કહ્યુ કે, તે પોતાના એકાધિકારનો દૂરુપયોગ કરી રહી છે અને ગુગલ-પેને પ્રોત્સાહન આપવા માટે તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here