હોકી : ભારતે બેલ્જિયમ પ્રવાસ પર સતત ત્રીજી જીત મેળવી, સ્પેનને 5-1થી હરાવ્યું

0
0

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય હોકી ટીમે બેલ્જિયમ પ્રવાસ પર રવિવારે સતત ત્રીજી જીત મેળવી. ભારતે સ્પેનને 5-1થી હરાવ્યું હતું. ભારતની આ સ્પેન પર સતત બીજી જીત હતી. પ્રથમ મેચમાં ભારતે તેને 6-1થી હરાવ્યું હતું. ભારતે બેલ્જિયમને પણ એક મેચમાં હરાવ્યું હતું. આ પ્રવાસ પર ભારતે બેલ્જિયમ સામે વધુ 2 મેચ રમવાની છે.

મેચમાં સ્પેને સારી શરૂઆત કરતા ત્રીજી મિનિટે અલ્વારોએ ગોલ કરી ટીમને 1-0ની લીડ અપાવી હતી. પાંચમી મિનિટે આકાશદીપે ગોલ કરી સ્કોર 1-1 કર્યો. તે પછી એસવી સુનીલે 20મી મિનિટે ગોલ કરી ભારતનો સ્કોર 2-1 કર્યો હતો. હાઉ ટાઈમ સુધી આ જ સ્કોર રહ્યો હતો. 35મી મિનિટે રમનદીપે જ્યારે 41મી, 51મી મિનિટે હરમનપ્રીતે ગોલ કરી ટીમને 5-1ની અજેય લીડ અપાવી હતી. અંતિમ પાંચ મિનિટમાં સ્પેને સારી રમત દાખવી અને તેને 2 કોર્નર મળ્યા હતા. પરંતુ તેઓ ગોલમાં કન્વર્ટ કરી શક્યા ન હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here