ઓસ્ટ્રેલિયા સામેની બીજી T20માં ભારતનો 6 વિકેટે વિજય : હાર્દિક પંડ્યાએ 2 બોલ બાકી રાખીને મેચ જિતાડી.

0
18

ભારતે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ T-20 સીરિઝની બીજી મેચમાં સિડની ખાતે 195 રનનો પીછો કરતા 19.4 ઓવરમાં 4 વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો. ભારત માટે શિખર ધવને 56, હાર્દિક પંડ્યાએ 42* અને વિરાટ કોહલીએ 40 રનનું યોગદાન આપ્યું. આ મેચ જીતીને ભારતે સીરિઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. ​​​​

અંતિમ ઓવરમાં 14 રનની જરૂર હતી, પંડ્યાએ 2 બોલ બાકી રાખીને મેચ જિતાડી

ભારતને રનચેઝમાં અંતિમ ઓવરમાં 14 રનની જરૂર હતી, હાર્દિકે પ્રથમ બોલે 2 રન, બીજા અને ચોથા બોલે સિક્સ મારીને ભારતને મેચ જિતાડી. હાર્દિકે પોતાની 22 બોલની ઇનિંગ્સ દરમિયાન 2 ફોર અને 3 સિક્સની મદદથી 44* રન કર્યા. સામે છેડે ઐયર 5 બોલમાં 12 રન સાથે અણનમ રહ્યો.

વિરાટ કોહલી ડેનિયલ સેમ્સની બોલિંગમાં કીપર વેડના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 24 બોલમાં 2 ફોર અને 2 સિક્સની મદદથી 40 રન કર્યા હતા. કોહલી ઇન્ટરનેશનલ T-20માં સેમ્સનો પ્રથમ શિકાર બન્યો છે. તે પહેલાં સંજુ સેમસન સ્વેપ્સનની બોલિંગમાં લોન્ગ-ઓફ પર સ્મિથના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 10 બોલમાં 1 ફોર અને 1 સિક્સની મદદથી 15 રન કર્યા હતા.

ધવનની T-20માં 11મી ફિફટી

શિખર ધવને પોતાના T-20 કરિયરની 11મી ફિફટી ફટકારતા 36 બોલમાં 4 ફોર અને 2 સિક્સની મદદથી 52 રન કર્યા હતા. તે એડમ ઝામ્પાની બોલિંગમાં ડીપમાં સ્વેપ્સન દ્વારા કેચ આઉટ થયો હતો. તે પહેલાં લોકેશ રાહુલ એન્ડ્રુ ટાઈની બોલિંગમાં ડીપ પોઇન્ટ પર સ્વેપ્સનના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 22 બોલમાં 2 ફોર અને 1 સિક્સની મદદથી 30 રન કર્યા હતા.

ઓસ્ટ્રેલિયાએ 195 રનનો ટાર્ગેટ આપ્યો

ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 5 વિકેટે 194 રન કર્યા છે. કાંગારું માટે કેપ્ટન મેથ્યુ વેડે 58, સ્ટીવ સ્મિથે 46, મોઝેઝ હેનરિક્સે 26 અને ગ્લેન મેક્સવેલે 22 રન કર્યા. ભારત માટે ટી. નટરાજને 2 વિકેટ, જ્યારે શાર્દુલ ઠાકુર અને યુઝવેન્દ્ર ચહલે 1-1 વિકેટ લીધી.

વેડની T-20માં બીજી ફિફટી મેથ્યુ વેડે પોતાના T-20 ઇન્ટરનેશનલ કરિયરની બીજી ફિફટી ફટકારતા 32 બોલમાં 10 ફોર અને 1 સિક્સની મદદથી 58 રન કર્યા હતા. સુંદરની બોલિંગમાં કોહલીએ કવર પર તેનો સરળ કેચ છોડ્યો હતો, જોકે વેડ ક્રિઝની બહાર હોવાથી તે કોહલી/રાહુલ દ્વારા રનઆઉટ થયો હતો.

ગ્લેન મેક્સવેલ શાર્દુલ ઠાકુરની બોલિંગમાં પોઇન્ટ પર સુંદરના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 13 બોલમાં 2 સિક્સની મદદથી 22 રન કર્યા હતા. જ્યારે સ્ટીવ સ્મિથ યુઝવેન્દ્ર ચહલની બોલિંગમાં લોન્ગ-ઓફ પર હાર્દિકના હાથે કેચ આઉટ. સ્મિથે 38 બોલમાં 3 ફોર અને 2 સિક્સની મદદથી 46 રન કર્યા હતા.

મિસ્ડ ચાન્સ: વેડ 39 રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ઠાકુરની બોલિંગમાં હાર્દિક પંડ્યાએ ડીપ મિડવિકેટ પર તેનો કેચ છોડ્યો હતો.

શોર્ટ સસ્તામાં આઉટ થયો

ડાર્સી શોર્ટ નટરાજનની બોલિંગમાં ડીપ મિડવિકેટ પર શ્રેયસ ઐયરના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 9 બોલમાં 1 ફોરની મદદથી 9 રન કર્યા હતા.

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ 11: માર્કસ સ્ટોઈનિસ, ડાર્સી શોર્ટ, મેથ્યુ વેડ (કેપ્ટન/વિકેટકીપર), સ્ટીવ સ્મિથ, મોઝેઝ હેનરિક્સ, ગ્લેન મેક્સવેલ, ડેનિયલ સેમ્સ, સીન એબોટ, મિચ સ્વેપ્સન, એડમ ઝામ્પા અને એન્ડ્રુ ટાઈ

ભારતની પ્લેઈંગ 11: શિખર ધવન, લોકેશ રાહુલ (વિકેટકીપર), વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐયર, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, દિપક ચહર, શાર્દુલ ઠાકુર અને ટી. નટરાજન

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here