વુમન્સ T-20 વર્લ્ડ કપ : ભારત સતત ચોથી મેચ જીત્યું, શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું

0
17
  • શ્રીલંકાએ 114 રનનો લક્ષ્યાંક આપ્યો, કેપ્ટન ચમારી અટ્ટાપટ્ટુએ સૌથી વધુ 33 રન બનાવ્યા
  • ભારત માટે રાધા યાદવે 4, રાજેશ્વરી ગાયકવાડે 2, જ્યારે શિખા, દીપ્તિ અને પૂનમે 1-1 વિકેટ લીધી
  • ભારત પહેલાથી સેમિફાઇનલમાં પહોંચી ગયું છે, શ્રીલંકા બંને મેચ હારીને ટૂર્નામેન્ટની બહાર થયું
  • ભારત 5 માર્ચના રોજ કઈ ટીમ સામે સેમિફાઇનલમાં ટકરાશે તે હજી નક્કી થયું નથી

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતે વુમન્સ T-20 વર્લ્ડ કપની ગ્રુપ મેચમાં શ્રીલંકાને 7 વિકેટે હરાવી ટૂર્નામેન્ટમાં સતત ચોથી મેચ પોતાના નામે કરી છે. રનચેઝમાં ઓપનર શેફાલી વર્માએ 47 રન કર્યા હતા. તે સતત બીજી મેચમાં ફિફટી મારી શકી નહોતી. કેપ્ટન હરમનપ્રીત કોર 15 રને આઉટ થઇ હતી. સ્મૃતિ મંધાનાએ 17 રન કર્યા હતા.

મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 9 વિકેટે 113 રન કર્યા હતા. લંકા માટે કપ્તાન ચમારી અટ્ટાપટ્ટુએ સૌથી વધુ 33 રન બનાવ્યા હતા. તે ઉપરાંત કવિશા દિલ્હારીએ 25 રનની ઇનિંગ્સ રમી હતી. ભારત માટે રાધા યાદવે 4 ઓવરમાં 23 રન આપીને 4 વિકેટ લીધી હતી.

ભારત પહેલાથી સેમિફાઇનલમાં પહોંચી ગયું છે
રાજેશ્વરી ગાયકવાડે 2 અને દીપ્તિ શર્મા, શિખા પાંડે અને પૂનમ યાદવે 1-1 વિકેટ લીધી હતી. ભારતીય ટીમે ત્રણેય મેચ જીતીને પહેલેથી સેમિફાઇનલમાં સ્થાન મેળવી લીધું હતું. બીજીતરફ શ્રીલંકા સેમિફાઇનલની રેસમાંથી બહાર થઇ ગયું છે, ભારતે પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાને 17 અને બીજી મેચમાં બાંગ્લાદેશને 18 રને હરાવ્યું હતું. ત્રીજી મેચમાં કિવિઝને 4 રને માત આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here