Friday, March 29, 2024
Homeઇન્દોર : ભારત સતત છઠ્ઠી ટેસ્ટ જીત્યું, બાંગ્લાદેશને એક ઇનિંગ્સ અને 130...
Array

ઇન્દોર : ભારત સતત છઠ્ઠી ટેસ્ટ જીત્યું, બાંગ્લાદેશને એક ઇનિંગ્સ અને 130 રને હરાવ્યું, સીરિઝમાં 1-0ની લીડ મેળવી

- Advertisement -

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતે ઇન્દોર ખાતેની પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશને એક ઇનિંગ્સ અને 130 રને હરાવ્યું છે. બાંગ્લાદેશ પ્રથમ દાવમાં 150 રનમાં ઓલઆઉટ થયું હતું. જવાબમાં ભારતે 6 વિકેટે 493 રને ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. બાંગ્લાદેશ બીજા દાવમાં 213 રનમાં ઓલઆઉટ થયું હતું. આ સાથે ભારતે બે ટેસ્ટની સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારતની આ સતત છઠ્ઠી જીત છે. તે છેલ્લે ઓસ્ટ્રેલિયા સામે ડિસેમ્બર 2018માં પર્થ ખાતે હાર્યું હતું. તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાની 6માંથી 6 મેચ જીતીને 300 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલ પર પ્રથમ સ્થાને છે. ભારતે સતત ત્રીજી ટેસ્ટ એક ઇનિંગ્સથી જીતી છે. આ પહેલાની બંને ટેસ્ટમાં સાઉથ આફ્રિકાને રાંચી ખાતે એક ઇનિંગ્સ અને 202 રને અને પુણે ખાતે એક ઇનિંગ્સ અને 137 રને હરાવ્યું હતું. ભારતે ત્રીજી વાર એક ઇનિંગ્સથી જીતની હેટ્રિક લગાવી છે. અગાઉ 1992 અને 1993માં પણ ટીમે આ સિદ્ધિ મેળવી હતી.

India declared 493/6 in the first innings, getting a 343-run lead

ભારત માટે મયંક અગ્રવાલે 243 રનની ઇનિંગ્સ રમતા કરિયરની આઠમી ટેસ્ટમાં બીજી બેવડી સદી મારી હતી. તેના સિવાય અજિંક્ય રહાણેએ 86, ચેતેશ્વર પુજારાએ 54 અને રવિન્દ્ર જાડેજાએ અણનમ 60 રન કર્યા હતા. બાંગ્લાદેશ માટે અબુ જાયેદે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. ભારત માટે બંને ઇનિંગ્સમાં મોહમ્મદ શમીએ 7, રવિચંદ્રન અશ્વિને 5, ઉમેશ યાદવે 4 અને ઇશાંત શર્માએ 3 વિકેટ લીધી હતી. બાંગ્લાદેશ માટે મુશફિકર રહીમે 43-64 અને લિટન દાસે 21-35 રનની ઇનિંગ્સ રમી હતી.

India declared 493/6 in the first innings, getting a 343-run lead

જયારે વિરોધી ટીમ બંને દાવમાં ભારતીય બેટ્સમેન કરતા વધુ રન ન કરી શકી:

  • વિનુ માંકડ (231) v NZ (209,219) ચેન્નાઇ 1955
  • રાહુલ દ્રવિડ (270) v Pak (224,245) રાવલપિંડી 2003
  • સચિન તેંડુલકર (248) v Ban (184,202) ઢાકા 2004
  • વિરાટ કોહલી (213) v SL (205,166) નાગપુર 2017
  • રોહિત શર્મા (212) v SA (162,133) રાંચી 2019
  • મયંક અગ્રવાલ (243) v Ban (150,213) ઇન્દોર 2019

India declared 493/6 in the first innings, getting a 343-run lead

બાંગ્લાદેશ સામે ભારત એકપણ ટેસ્ટ હાર્યું નથી
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં 10 ટેસ્ટ રમાઈ છે. ભારતે આમાંથી 8 ટેસ્ટ જીતી છે, જયારે 2 મેચ ડ્રો રહી છે. ભારતે પોતાના ઘરઆંગણે બાંગ્લાદેશ સામે એકમાત્ર ટેસ્ટ ફેબ્રુઆરી 2018માં હૈદરાબાદ ખાતે રમી હતી. ભારતે તે ટેસ્ટ 208 રને જીતી હતી. બંને ટીમ વચ્ચે આ સાતમી સીરિઝ છે, અત્યાર સુધી બધી સીરિઝ ભારતે જ જીતી છે.

શમીએ મિથુન અને મહમ્મદુલ્લાહલને પેવેલિયન ભેગા કર્યા

37 રનમાં 3 વિકેટ ગુમાવ્યા પછી બાંગ્લાદેશને મિડલ ઓર્ડર પાસેથી ફાઇટની અપેક્ષા હતી. જોકે મોહમ્મદ શમીએ મહમ્મદુલ્લાહ અને મિથુનને આઉટ કરીને બાંગ્લાદેશની કમર તોડી હતી. મહમ્મદુલ્લાહ 15 રને શમીની બોલિંગમાં રોહિત શર્મા દ્વારા કેચ આઉટ થયો હતો. જયારે મોહમ્મદ મિથુન 18 રને મોહમ્મદ શમીની બોલિંગમાં મીડ-વિકેટ પર મયંકના હાથે કેચ આઉટ થયો હતો. ત્યારબાદ પોતાની સ્ટાઈલિશ બેટિંગ માટે જાણીતો લિટન દાસ 35 રને રવિ અશ્વિનની બોલિંગમાં કોટ એન્ડ બોલ્ડ થયો હતો.

ટોપ 3 સિંગલ ડિજિટમાં આઉટ થયા

બીજા દાવમાં બાંગ્લાદેશની શરૂઆત ફરી એકવાર નબળી રહી હતી. તેમના ટોપ 3 બેટ્સમેન સિંગલ ડિજિટમાં આઉટ થયા હતા. ઇમરુલ કાયસ 6 રને ઉમેશ યાદવની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેના પછી એસ ઇસ્લામ 6 રને ઇશાંતની બોલિંગમાં બોલ્ડ થયો હતો. જયારે કેપ્ટન મોમિનુલ હક 7 રને શમીની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. ભારતે પ્રથમ દાવમાં 343 રનની લીડ મેળવીને દાવ ડિક્લેર કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular