ત્રીજી T-20 : ભારતે ઓસ્ટ્રેલિયા સામે ટોસ જીતીને બોલિંગ લીધી

0
5

ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે ત્રણ T-20 સીરિઝની અંતિમ મેચમાં સિડની ખાતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. જો ટીમ ઇન્ડિયા આ મેચ જીતે છે તો તે ઓસ્ટ્રેલિયાનો તેના જ ઘરઆંગણે બીજીવાર વ્હાઇટવોશ કરશે. આ પહેલાં ભારતે જાન્યુઆરી 2016માં કાંગારૂનો 3-0થી વ્હાઇટવોશ કર્યો હતો.

ભારતીય ટીમ છેલ્લી 9 T-20 મેચ થી અજેય છે. જો ટીમ ઇન્ડિયા આ મેચ જીતે છે તો સતત 10 T-20 જીતનાર વર્લ્ડની ત્રીજી ટીમ બની જશે. આ મામલે ભારત પાકિસ્તાનને પાછળ છોડી દેશે. T-20 ઇન્ટરનેશનલમાં સતત સૌથી વધુ મેચ જીતવાના મામલે પ્રથમ અને બીજા સ્થાને અફઘાનિસ્તાનની ટીમ છે.

T-20માં સતત સૌથી વધુ મેચ જીતનાર દેશ:

ટીમ સતત T-20માં જીત વર્ષ
અફઘાનિસ્તાન 12 2018-19
અફઘાનિસ્તાન 11 2016-17
પાકિસ્તાન 09 2018
ભારત 09* 2020

 

ભારત પાસે સતત ત્રીજી સિરીઝમાં વ્હાઇટવોશ કરવાની તક

ટીમ ઇન્ડિયા પાસે સતત પાંચમી T-20 સિરીઝ જીતવાની તક છે. અજેય રહેવાની વાત કરીએ તો ટીમ ઇન્ડિયા છેલ્લી 6 સિરીઝથી હારી નથી. ટીમ પાસે સતત ત્રીજી સિરીઝમાં વિરોધી ટીમનો વ્હાઇટવોશ કરવાનો મોકો છે. આ પહેલાં ભારતે આ વર્ષે જાન્યુઆરીમાં શ્રીલંકાને 2-0 અને ન્યૂઝીલેન્ડને 5-0થી હરાવ્યું હતું.

ભારત 12 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં T-20 સિરીઝ હાર્યું નથી

ઓસ્ટ્રેલિયામાં ટીમ ઇન્ડિયાનો T-20 રેકોર્ડ ઘણો સારો રહ્યો છે. છેલ્લાં 12 વર્ષથી ટીમ ઇન્ડિયા અહીં કોઈ બાઈલેટરલ સિરીઝ હારી નથી. આ પહેલાં ભારતીય ટીમે ફેબ્રુઆરી 2008માં ઓસ્ટ્રેલિયા સામે તેના ઘરઆંગણે T-20 સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

ધવન, રાહુલ, પંડ્યા અને કોહલી પર નજર

ભારતીય ટીમમાં ઓપનર શિખર ધવન, લોકેશ રાહુલ, કેપ્ટન વિરાટ કોહલી અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પર નજર રહેશે. ટીમે આ સિરીઝમાં રાહુલ અને પંડ્યાએ જ સૌથી વધારે રન બનાવ્યા છે. બીજી T-20માં પંડ્યાએ અણનમ 42 રન ફટકારીને ટીમને મેચ જિતાડી હતી.

વેધર અને પિચ રિપોર્ટ

સિડનીમાં મેચ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહે એવી સંભાવના છે. પિચથી બેટ્સમેનોને મદદ મળી શકે છે. ટોસ જીતનાર ટીમ પ્રથમ બોલિંગ કરવા માગશે. અહીં ચેઝ કરનારી ટીમનો સક્સેસ રેટ 55.6% છે.

ભારતીય ટીમ

  • બેટ્સમેન: વિરાટ કોહલી (કેપ્ટન), લોકેશ રાહુલ (વિકેટકીપર), મયંક અગ્રવાલ, શિખર ધવન, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, સંજુ સેમસન (વિકેટકીપર).
  • બોલર: જસપ્રીત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ, દીપક ચહર, મોહમ્મદ શમી, ટી. નટરાજન, નવદીપ સૈની, શાર્દૂલ ઠાકુર.
  • ઓલરાઉન્ડર: હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર.

ઓસ્ટ્રેલિયન ટીમ

  • બેટ્સમેન: આરોન ફિન્ચ (કેપ્ટન), એલેક્સ કેરી (વિકેટકીપર), માર્નસ લબુશેન, સ્ટીવ સ્મિથ, મેથ્યુ વેડ (વિકેટકીપર), એડમ જમ્પા, ડાર્સી શોર્ટ.
  • બોલર: પેટ કમિન્સ, શીન એબોટ, એશ્ટન એગર, જોશ હેઝલવૂડ, એન્ડ્રુ ટાઇ.
  • ઓલરાઉન્ડર: કેમરન ગ્રીન, મોઝેઝ હેનરિક્સ, ગ્લેન મેક્સવેલ, ડેનિયલ સેમ્સ, માર્કસ સ્ટોઇનિસ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here