Thursday, August 11, 2022
Homeબીજી T-20 : ભારતે ટોસ જીતીને બોલિંગ લીધી : ફિન્ચની ગેરહાજરીમાં મેથ્યુ...
Array

બીજી T-20 : ભારતે ટોસ જીતીને બોલિંગ લીધી : ફિન્ચની ગેરહાજરીમાં મેથ્યુ વેડ ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન.

- Advertisement -

ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે ત્રણ T-20 સીરિઝની બીજી મેચમાં સિડની ખાતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતે પોતાની ટીમમાં 3 ફેરફાર કર્યા છે. રવિન્દ્ર જાડેજા, મનીષ પાંડે અને મોહમ્મદ શમીની જગ્યાએ યુઝવેન્દ્ર ચહલ, શ્રેયસ ઐયર અને શાર્દુલ ઠાકુર રમી રહ્યા છે.

જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમમાં નિયમિત કેપ્ટન હિપ ઇન્જરીને લીધે રમી રહ્યો નથી, તેની જગ્યાએ મેથ્યુ વેડ કપ્તાની કરી રહ્યો છે. કાંગારુંએ ટીમમાં 3 ફેરફાર કર્યા છે. મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને ફિન્ચની જગ્યાએ માર્કસ સ્ટોઈનિસ, ડેનિયલ સેમ્સ અને એન્ડ્રુ ટાઈ રમી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ 11: માર્કસ સ્ટોઈનિસ, ડાર્સી શોર્ટ, મેથ્યુ વેડ (કેપ્ટન/વિકેટકીપર), સ્ટીવ સ્મિથ, મોઝેઝ હેનરિક્સ, ગ્લેન મેક્સવેલ, ડેનિયલ સેમ્સ, સીન એબોટ, મિચ સ્વેપ્સન, એડમ ઝામ્પા અને એન્ડ્રુ ટાઈ

ભારતની પ્લેઈંગ 11: શિખર ધવન, લોકેશ રાહુલ (વિકેટકીપર), વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐયર, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, દિપક ચહર, શાર્દુલ ઠાકુર અને ટી. નટરાજન

ભારત છેલ્લા 12 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં કોઈ બાઈલેટરલ T-20 સીરિઝ હાર્યું નથી. જો ભારત આજની મેચ જીતે તો ઓસ્ટ્રેલિયા સામે ઓવરઓલ 9માંથી ચોથી સીરિઝ જીતશે.

4 વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયાનો તેના ઘરઆંગણે વ્હાઇટવોશ કર્યો હતો

ભારત છેલ્લે 2008માં ઓસ્ટ્રેલિયામાં બાઈલેટરલ સીરિઝ હાર્યું હતું. ગઈ વખતે 2018માં ભારત ઓસ્ટ્રેલિયા સામે તેના ઘરઆંગણે રમ્યું હતું, ત્યારે સીરીઝ 1-1થી ડ્રો રહી હતી. જ્યારે 4 વર્ષ પહેલાં ટીમ ઇન્ડિયાએ કાંગારુંનો 3-0થી વ્હાઇટવોશ કર્યો હતો.

હેડ-ટુ-હેડ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ 9મી T-20 સીરિઝ છે. ગઈ 8 સીરિઝમાંથી ભારતે 3 અને ઓસ્ટ્રેલિયાએ 2 સીરિઝ જીતી, જ્યારે 3 ડ્રો રહી હતી. ઓસ્ટ્રેલિયામાં બંને ટીમો વચ્ચે આ ચોથી સીરિઝ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા 1-1 સીરિઝ જીત્યા છે. 2 સીરિઝ ડ્રો થઇ છે.

ઓવરઓલ મેચની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 21 T-20 રમાઈ છે. તેમાંથી ભારત 12 અને ઓસ્ટ્રેલિયા માત્ર 8 જ જીત્યું છે, જ્યારે એક મેચમાં રિઝલ્ટ આવ્યું નહોતું, ઓસ્ટ્રેલિયામાં બંને ટીમો 10 વાર સામસામે થઇ છે, જેમાંથી ટીમ ઇન્ડિયાએ 6 T-20 જીતી અને 3 હારી છે. એક મેચમાં રિઝલ્ટ આવ્યું નહોતું.

વેધર અને પિચ રિપોર્ટ

સિડનીમાં આકાશ સાફ રહશે. મેક્સિમમ તાપમાન 30 ડિગ્રી અને મિનિમમ 17 ડિગ્રી રહેશે તેવી સંભાવના છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર પિચ બેટ્સમેનોને મદદ કરશે. ટોસ જીતનાર ટીમ પ્રથમ બોલિંગ કરવા માગશે. અહીં ચેઝ કરનાર ટીમનો સક્સેસ રેટ 50% છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular