IND VS WI 3rd ODI: ભારતે જીત્યો ટૉસ, વેસ્ટઈન્ડીઝને આપ્યું બેટિંગનું આમંત્રણ

0
17

ભારત અને વેસ્ટઈન્ડીઝની વચ્ચે ત્રણ મેચોની વન ડે સીરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ કટકનાં બારાબરતી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટૉસ જીતીને બૉલિંગ કરવાનો નિર્ણય લીધો છે અને વેસ્ટઈન્ડીઝને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું છે. સીરીઝની પહેલી મેચ વેસ્ટઇન્ડીઝે 8 વિકેટે જીતી હતી, ત્યારબાદ બીજી વન ડેમાં ભારતે મહેમાન ટીમને 107 રનોથી હરાવીને શાનદાર પુનરાગમન કર્યું. કટકમાં સીરીઝની નિર્ણયાક મેચ થશે. આ મેચ જે જીતશે સીરીઝ તેની રહેશે.

ભારતીય ટીમ પર આ મેચ અને સીરીઝ જીતવાનો દબાવ હશે. આ વર્ષે માર્ચમાં ભારતને ભારતમાં જ ઑસ્ટ્રેલિયાએ 2-3થી પરાજય આપ્યો હતો. જો વેસ્ટઈન્ડીઝ આ સીરીઝ પોતાના નામે કરી લે છે તો ભારત પોતાની જ ધરતી પર સતત બીજી વન ડે સીરીઝ હારશે. કટક બારાબતી સ્ટેડિયમની પિચ પણ વિશાખાપટ્ટનમની માફક બેટ્સમેનોને મદદરૂપ રહેશે. ભારતીય ક્રિકેટ ટીમ ત્રીજી વન ડે જીતીને વેસ્ટઇન્ડીઝની વિરુદ્ધ સતત 10મી દ્વિપક્ષીય વન ડે સીરીઝ પોતાના નામે કરવા ઉતરશે.

વેસ્ટઈન્ડીઝ: ઇવિન લૂઇસ, શાઈ હોપ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, રોસ્ટન ચેસ, નિકોલસ પૂરન, કીરોન પોલાર્ડ (કેપ્ટન), કીમો પૉલ, અલ્ઝારી જોસેફ, ખૈરી પૈરી, શેલ્ડોન કોટ્રેલ

ભારત: રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટ કીપર), કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી. શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, નવદીપ સૈની

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here