ભારતીય વાયુસેના 88 વર્ષ થયા પૂર્ણ, PM મોદી-રક્ષામંત્રી તેમજ રાષ્ટ્રપતિએ પાઠવી શુભેચ્છા

0
0

આજે 88મો ભારતીય વાયુસેના દિવસ છે. આ અવસરે હિન્ડન એરબેઝ પર ફ્લાયપાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફ્લાય પાસમાં પહેલી વખત રફાલ ફાઇટર જેટસ પણ સામેલ થશે.

આજે 88મો ભારતીય વાયુસેના દિવસ છે. આ અવસરે હિન્ડન એરબેઝ પર ફ્લાયપાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફ્લાય પાસમાં પહેલી વખત રફાલ ફાઇટર જેટસ પણ સામેલ થશે.

આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને વાયુસેનાના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ટ્વીટમાં કહ્યુ હતુ કે વાયુસેનાના વીર જવાનો આકાશને સુરક્ષિત રાખે છે અને મુશ્કેલીના સમયમાં માનવતાની સેવા પણ કરે છે. માં ભારતનીની રક્ષા માટે તમારુ શૌર્ય, સાહસ અને સમર્પણ બધાને પ્રેરણા આપ છે.

રક્ષામંત્રી રાજનાથસિંહે ટ્વીટ કરીને વાયુસેનાના વીર જવાનોને અને તેમના પરિવારને વાયુસેનાના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, વાયુ સેના દિવસ પર, અમે ગર્વથી અમારી વાયુ યોદ્ધાઓ, દિગ્ગજો અને ભારતીય વાયુ સેનાના પરિવારોનું સન્માન કરીએ છીએ. રાષ્ટ્ર આપણા આકાશને સુરક્ષિત રાખવા અને માનવીય સહાયતા અને આપત્તિ રાહતમાં નાગરિક અધિકારોની સહાયત કરવામાં ભારતીય વાયુસેનાના યોગદાન માટે ઋણી છે.

હિન્ડન એરબેઝ પર ફ્લાયપાસના કાર્યક્રમમાં વાયુસેનાના અધિકારીઓ અને જવાનોની ઉપસ્થિતીમાં વાયુસેનાના ફાઈટર વિમાનો અને હેલિકોપ્ટર હવાઈ કરતબ કરશે. આ વખતે વાયુસેનામાં જોડાયેલ રફાલ ફાઈટર પ્લેન પણ પોતાના હવાઈ કરતબ બતાવશે. નોંધનિય છે કે અંબાલા એરબેઝ પર તાજેતરમાં જ સામેલ કરાવામાં આવેલ રફાલ જેટનું આ બીજું સાર્વજનિક પ્રદર્શન હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here