ભારતીય મૂળના અમેરિકન 2.4 કરોડ ડોલરના કોવિડ-19 રિલીફ સ્કીમ કૌભાંડ માટે દોષિત

0
4

ટેક્સાસમાં ભારતીય મૂળના અમેરિકનને 2.4 કરોડ ડોલરના કોવિડ-19 રિલીફ સ્કીમ કૌભાંડ માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે તેમ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસે એક નિવેદનમાં જણાવ્યું છે.

કોર્ટના દસ્તાવેજ અનુસાર 55 વર્ષીય દિનેસ સાહે સ્વીકાર કર્યો છે કે તેણે પેચેક પ્રોટેકશન પ્રોગ્રામ(પીપીપી) લોન હેઠળ 2.48 કરોડ ડોલરની માગ કરી હતી. આ માટે તેમણે 15 નકલી અરજીઓ કરી હતી. આ અરજીઓ અલગ અલગ કંપનીઓના નામે કરવામાં આવી હતી.

સાહે પોતાની અરજીઓમાં દાવો કર્યો હતો કે તેની કંપનીઓમાં મોટા પ્રમાણમાં કર્મચારીઓ નોકરી કરે છે અને તેમને પગાર ચૂકવવામાં હજારો ડોલરનો ખર્ચ થાય છે. જો કે હકીકતમાં આ કંપનીઓમાં કોઇ કર્મચારીઓ નોકરી કરતા ન હતાં.

કોર્ટના દસ્તાવેજો અનુસાર સાહે વધુમાં સ્વીકાર કર્યો હતો કે તેમની પોતાની અરજીઓ સાથે નકલી પુરાવાઓ પણ રજૂ કર્યા હતાં. જેમાં નકલી ટેક્સ રિટર્ન અને બેંક સ્ટેટમેન્ટનો સમાવેશ થાય છે. સમગ્ર વિશ્વ કોરોના મહામારીમાંથી પસાર થઇ રહ્યું હતું ત્યારે અમેરિકન સરકારે નાના ઉદ્યોગોને મદદ કરવા માટે કપેચેક પ્રોટેકશન પ્રોગ્રામ(પીપીપી) સ્કીમ રજૂ કરી હતી.

સાહે પીપીપી સ્કીમ હેઠળ 1.7 કરોડ ડાલર મેળવ્યા હતાં અને આ રકમમાંથી એક વૈભવી કાર અને એકથી વધારે મકાન ખરીદ્યા હતાં તેમ અમેરિકાના ન્યાય વિભાગના ક્રિમિનલ ડિવિઝનના એક્ટિંગ આસિસ્ટન્ટ એટર્ની જનરલ નિકાલસ એલ એમકિડે એક નિવેદનમાં જણાવ્યું હતું. અમેરિકન સરકાર દ્વારા સાહની 72 લાખ ડોલરની સંપત્તિ જપ્ત કરવામાં અઆવી છે. જેમાં વૈભવી કારો અને આઠ મકાન સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here