લદાખમાં ભારતીય સેનાએ ચીની સૈનિકને પકડ્યો, કેટલાક મહત્વના દસ્તાવેજ મળ્યાં

0
5

ભારતીય સૈનિકોએ લદાખના ચુમાર-ડેમચોક વિસ્તારમાં એક ચીની સૈનિકની ધરપકડ કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ જવાન પાસેથી કેટલાક દસ્તાવેજો પણ મળી આવ્યા છે. એવી આશંકા છે કે ‘સૈનિક કદાચ અજાણતા ભારતીય સરહદમાં પ્રવેશી ગયો. નિર્ધારિત પ્રોટોકોલ હેઠળ તેને ચીની સેનાને હવાલે કરી દેવાશે.’

ભારતીય સેના તરફથી પૂછપરછમાં એ જાણવાની કોશિશ કરાશે કે સૈનિક ભારતીય સરહદમાં કેવી રીતે ઘૂસી ગયો. શું તે જાસૂસીના હેતુથી આવ્યો હતો કે પછી રસ્તો ભટકી ગયો, એ જાણ્યા બાદ સેના આગામી કાર્યવાહી કરશે. પ્રોટોકોલ મુજબ અજાણતા સરહદમાં ઘૂસી ગયેલા સૈનિકને પાછો મોકલી દેવાય છે.

ભારત અને ચીનની સેનાઓ એપ્રિલ-મે મહિનાથી આમને સામને છે. પૂર્વ લદાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલના અનેક પોઈન્ટ્સ પર બને તરફથી ઘર્ષણ ચાલી રહ્યું છે. તણાવના મુખ્ય પોઈન્ટ્સ ડેમચોક ઉપરાંત પેન્ગોંગ ઝીલનો ઉત્તર અને દક્ષિણ તટ, ડેપસાંગનો મેદાની વિસ્તાર સામેલ છે. સરહદ પર બંને બાજુથી ભારે સંખ્યામાં જવાનોની તૈનાતી છે. આવામાં કોઈ ચીની સૈનિક જો અજાણતા જ સરહદ પાર કરીને ભારતમાં ઘૂસે તે મોટી વાત ગણાય.

યોગ્ય કાર્યવાહી બાદ તેને સ્થાપિત સ્થાપિત પ્રોટોકોલ મુજબ ચીની આર્મીને પરત આપવામાં આવશે. ખાનગી સૂત્રોના જણાવ્યા મુજબ તમામ પ્રોટોકોલ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here