ઈન્વેન્શન : ઈન્ડિયન આર્મીના મેજરે બનાવ્યું ‘અભેદ્ય-1’ હેલ્મેટ, AK-47ની ગોળી પણ રોકી શકશે

0
14

નેશનલ ડેસ્કઃ ઈન્ડિયન આર્મીના મેજરે એવું અનોખું બુલેટપ્રૂફ હેલ્મેટ તૈયાર કર્યું છે જે અત્યંત ઘાતક એવી AK-47 બંદૂકની ગોળીઓ પણ રોકી શકે છે અને તેને પહેરનાર સૈનિકનો જીવ બચાવી શકે છે. ‘અભેદ્યઆ બુલેટપ્રૂફ હેલ્મેટ 10 મીટર દૂરથી ફાયર થયેલી AK-47ની ગોળી ખમી શકે છે.

ઈન્ડિયન આર્મીની ‘કોલેજ ઓફ મિલિટરી એન્જિનિયરિંગ’ દ્વારા ચલાવવામાં આવતા ‘પ્રોજેક્ટ અભેદ્ય’ અંતર્ગત મેજર અનૂપ મિશ્રાની રાહબરી હેઠળ થોડા સમય અગાઉ અત્યંત કાર્યક્ષમ એવું બુલેટપ્રૂફ જેકેટ તૈયાર કરાયું હતું, જે પણ AK-47ની ગોળીઓ રોકી લેવા માટે સક્ષમ છે. ઈવન તે બુલેટપ્રૂફ જેકેટ તો દૂરથી દુશ્મનની સ્નાઈપર રાઈફલ્સમાંથી છૂટેલી ગોળીઓને પણ આબાદ રોકી શકવા સમર્થ છે. હવે આવી જ ક્ષમતા ધરાવતું હેલ્મેટ પણ તૈયાર કરાયું છે. આ બુલેટપ્રૂફ હેલ્મેટનું વજન માત્ર 1.4 કિલોગ્રામ છે.

આ ઉપરાંત એક ખાનગી કંપની સાથે મળીને કોલેજ ઓફ મિલિટરી એન્જિનિયરિંગે ભારતનું પહેલું અને વિશ્વનું સૌથી સસ્તું ગનશોટ લોકેટર ‘પાર્થ’ પણ તૈયાર કર્યું છે. તે ચારસો મીટર દૂર સુધીના અંતરેથી પણ વછૂટતી ગોળીઓનું એક્ઝેક્ટ લોકેશન પારખીને ત્રાસવાદીઓને નશ્યત કરી શકે છે. આ ગનશોટ લોકેટરની કિંમત રૂ. 3 લાખ જેટલી છે. અત્યારે ભારતીય આર્મીને આવું જ ઉપકરણ રૂ. 65 લાખના ખર્ચે વિદેશથી આયાત કરવું પડે છે.

તાજેતરમાં જ લખનૌ ખાતે યોજાયેલા ડિફેન્સ એક્સપોમાં આ બુલેટપ્રૂફ જેકેટ, બુલેટપ્રૂફ હેલ્મેટ અને ગનશોટ લોકેટર રજૂ કરાયાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here