રાહત : Indian બેંકે ગોલ્ડ લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો, હવે ખેડૂતોને 7 ટકાના દરે લોન મળશે

0
4

કોરોના મહામારીની વચ્ચે ઈન્ડિયન બેંકે ખેડૂતોને રાહત આપી છે. બેંકે કિસાન ગોલ્ડ લોનના વ્યાજ દરમાં .50 ટકાનો ઘટાડો કર્યો છે. નવા વ્યાજ દર હવે ઘટીને 7 ટકા થઈ ગયા છે. અગાઉ ‘બમ્પર એગ્રી જ્વેલ’ સ્કીમ પર વ્યાજ દર 7.50 ટકા હતો.

આ સ્કીમ અંતર્ગત 6 મહિના માટે લઈ શકાય છે લોન

બેંકના જણાવ્યા પ્રમાણે, 22 જુલાઈ 2020થી કૃષિ ઝવેરાત લોનના વ્યાજના દર 7 ટકા નક્કી કરવામાં આવ્યા છે. તેનો અર્થ એ થયો કે પ્રતિ એક લાખ રૂપિયા પર દર મહિને માત્ર 583 રૂપિયા વ્યાજ ચૂકવવું પડશે. આ યોજના અંતર્ગત સોનાની કિંમતના 85% સુધી લોન 6 મહિના માટે લઈ શકાય છે.

SBI પર્સનલ ગોલ્ડ લોન

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ પર્સનલ ગોલ્ડ લોનની સુવિધા શરૂ કરી છે. તેના અંતર્ગત ગ્રાહકો સોનું રાખીને 20 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. SBIના જણાવ્યા અનુસાર, ન્યૂનતમ પેપરવર્ક અને ઓછા વ્યાજ દરની સાથે બેંક દ્વારા વેચાયેલા સોનાના સિક્કા સહિતના સોનાના આભૂષણ ગીરવે મૂકીને બેંકમાંથી ગોલ્ડ લોનનો લાભ લઈ શકાય છે. તેના પર તમારે માત્ર 7.7 ટકા વાર્ષિક વ્યાજ આપવું પડશે જે પર્સનલ લોન કરતા ઓછું છે. SBI સિવાય અન્ય નાણાકીય સંસ્થાઓમાંથી પણ ગોલ્ડ લોન લઈ શકે છે.

NBFC અથવા Bank વ્યાજ દર (% ) લોનની રકમ (Rs માં) સમયગાળો (મહિનામાં)
મુથૂટ ફાઇનાન્સ 12થી 27 સુધી 1500થી શરૂ 36
મનપ્પુરમ ફાઇનાન્સ 14-29 સુધી 1500થી 1.5 કરોડ 12
IIFL 9.24-24 સોનાની કિંમતના 75 % 3-11 મહિના સુધી
બેંક ઓફ બરોડા 3%+MCLR 25000-10 લાખ 12
ICICI બેંક 10-19.67 સુધી 10000-15 લાખ 6-12 મહિના સુધી
SBI 7.75 20000-20 લાખ 36
Axix બેંક 14 25000-20 લાખ 6થી 36 મહિના સુધી
yes બેંક 12 25000-25 લાખ 36
બંધન બેંક 10.99થી 18 10000થી શરૂ 6થી 36 મહિના સુધી
કેનરા બેંક 9.95સુધી 10000 – 10 લાખ 12

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here