અરબી સમુદ્રમાં પાકિસ્તાનના યુદ્ધ અભ્યાસ પર ભારતની ચાંપતી નજર

0
37

અરબી સમુદ્રમાં પાકિસ્તાન દ્વારા હાથ ધરાયેલ નૌકા અભ્યાસ પર ભારત ચાંપતી નજર રાખી રહ્યું છે. પાકિસ્તાન આગામી કેટલાક દિવસો સુધી સમુદ્રમાં રોકેટ અને મિસાઇલ ફાયરિંગ દ્વારા યુદ્ધ અભ્યાસ હાથ ધરશે. પાકિસ્તાનની આ કવાયતને લઇ ભારત સંપૂર્ણ સતર્ક છે અને ભારતે અરબી સમુદ્રમાં કેટલાંક યુદ્ધ જહાજ, સબમરીન અને દરિયાઇ સરહદનું પેટ્રોલિંગ કરનાર વિમાનની સાથે કેટલાંક ફાઇટર વિમાનને અગ્રીમ હરોળમાં તહેનાત કરી દીધાં છે.

  • જાણો ભારત અને પાકિસ્તાનની નૌસેનાની તાકત
  • 29 સપ્ટેમ્બર સુધી ચાલશે પાકિસ્તાનનો યુદ્ધાભ્યાસ

અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં કલમ-૩૭૦ હટાવ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે તંગદિલી પ્રવર્તે છે. ઇસ્લામાબાદ અનેક વખત પરમાણુ હુમલા અને જૈ‌વિક યુદ્ધની ધમકી આપી ચૂક્યું છે તેને ધ્યાનમાં લઇ ભારતીય સેનાઓ સતર્ક છે અને પાકિસ્તાનની યુદ્ધ કવાયત પર ચાંપતી નજર રાખી રહ્યું છે. જો પાકિસ્તાન કોઇ અટકચાળું કરવાની હિંમત કરશે તો ભારતનાં સશસ્ત્ર દળ તેને જડબાતોડ જવાબ આપવા તૈયાર છે.

29 સપ્ટેમ્બર સુધી ચાલશે પાકિસ્તાનનો યુદ્ધાભ્યાસ

પાકિસ્તાને ઉત્તરીય અરબી સમુદ્રમાંથી પસાર થતાં માલવાહક જહાજ માટે મે‌રિટાઇમ એલર્ટ જાહેર કરી જણાવ્યું છે કે તે રપ થી ર૯ સપ્ટેમ્બર સુુધી લાઇવ મિસાઇલ, રોકેટ અને ગન ફાય‌િરંગ કરશે. સૂત્રોએ જણાવ્યું છે કે આ દરમ્યાન પાકિસ્તાનની તમામ હરકત પર ભારતની ચાંપતી નજર રહેશે.

ભારતીય વાયુસેના અને નૌસેના સતર્ક

જો પાકિસ્તાન રૂટિનથી અલગ કંઇક કરવાની હિંમત કરશે તો તેનો જવાબ આપવામાં આવશે. ભારતીય નેવી પાકિસ્તાનના યુદ્ધ અભ્યાસ પર ચાંપતી નજર રાખવા માટે પોઝીડોન-૮૧ પેટ્રોલ એરક્રાફટનો ઉપયોગ કરી રહી છે. અત્યારે અરબી સમુદ્રમાં પાકિસ્તાને ૭ થી ૮ યુદ્ધ જહાજ તહેનાત કર્યાં છે. ઇન્ડિયન એરફોર્સ દ્વારા ર૬ ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન સ્થિત બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદ અને લશ્કરે તોઇબાના તાલીમ અડ્ડા પર હુમલો કર્યા બાદ કોઇ પ્રકારની પ‌િ‌રસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. બાલાકોટમાં ફરી આતંકી કેમ્પ ધમધમવા લાગ્યા હોવાના અહેવાલોને લઇ ભારતીય સેના સતર્ક છે.

જાણો ભારત અને પાકિસ્તાનની નૌસેનાની તાકત
ગ્લોબલ ફાયરપાવરની વાર્ષિક સૈન્યશક્તિના મામલમાં 137 દેશની યાદીમાં ભારત જ્યાં ચોથા નંબર પર છે ત્યાં પાકિસ્તાનનો નંબર 15મો છે. અહીં ભારત-પાકિસ્તાન વચ્ચેની સૈન્ય તાકાત જણાવાઇ છે.

ભારત પાકિસ્તાન
કુલ નૈસેનાના સૈનિક 295 197
એરક્રાફ્ટ કેરિયર 1 0
ફ્રિગેટસ 13 9
ડ્રિસ્ટોયર 11 0
કોરવેટ્સ 22 0
સબમરીન 16 5
સર્વિલીયન્સ બોટ 139 11
લેન્ડમાઇન ડ્રિસ્ટ્રોઇયર 1 3

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here