ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર બોલર યુજવેન્દ્ર ચહલે કરી સગાઈ, જાણો કોણ છે તેમની પત્ની ‘ધનશ્રી’?

0
8

ભારતીય ક્રિકેટ ટીમના બોલર યુજવેન્દ્ર ચહલે ધનશ્રી વર્માની સાથે ગઈકાલે સગાઈ કરી. યુજવેન્દ્ર ચહલે પોતે ટ્વીટ કરી આ જાણકારી પોતાના ફેન્સને આપી છે અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફેન્સે તેમને શુભકામનાઓ આપી. ત્યારે ઘણા ફેન્સના મનમાં સવાલ ઉભો થાય છે કે ધનશ્રી વર્મા કોણ છે?

તમને જણાવી દઈએ કે ધનશ્રી વર્મા એક ડૉક્ટર, કોરિયોગ્રાફર અને એક યૂટ્યૂબર છે. ટુંકમાં તે એક ડૉક્ટર છે અને સોશિયલ મીડિયા સેલેબ્રિટી પણ છે. ધનીશ્રીની તેમના નામથી એક યૂટ્યૂબ ચેનલ છે. જેની પર તે ડાન્સ શીખવે છે. તેમની યૂટ્યૂબ ચેનલ પર 15 લાખથી વધારે ફોલોઅર્સ છે અને તેમને ઘણા મ્યૂઝિક વીડિયોમાં પણ કામ કર્યુ છે.

ધનશ્રી ઈન્સ્ટાગ્રામ પર પણ ખુબ જાણીતી છે. તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 4.92 લાખ ફોલોઅર્સ છે. તે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની રિયલ અને પ્રોફેશનલ લાઈફથી જોડાયેલી તમામ વસ્તુ શેયર કરતી રહે છે.