ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાએ પસંદ કરી રાજસ્થાન રોયલ્સની ઓલટાઈમ ઈલેવન

0
6

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ આકાશ ચોપરાએ રાજસ્થાન રોયલ્સની ઓલ ટાઈમ પ્લેઇંગ ઈલેવનની પસંદગી કરી છે. હેરાની વાત એ છે કે, આકાશ ચોપરાએ આ ઈલેવનમાં સ્ટીવન સ્મિથ અને બેન સ્ટોક્સને જગ્યા આપી નથી. સ્ટીવન સ્મિથ આ સમયે આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ ટીમના કેપ્ટન છે, જ્યારે બેન સ્ટોક્સ ટીમના સૌથી મોટા ચેહરા છે.

પોતાની યુટ્યુબ ચેનલ પર આકાશ ચોપરાએ કહ્યું છે કે, આ ટીમની પસંદગી કરતા સમયે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તેના કારણે સૌથી મોટું કારણ એ છે કે, પ્લેઇંગ ઈલેવનમાં તેમને માત્ર ૪ જ વિદેશી ખેલાડીઓને સામેલ કરવાના હતા.

ઓપનર બેટ્સમેન તરીકે આકાશ ચોપરાએ રાજસ્થાન રોયલ્સની ઓલ ટાઈમ પ્લેઇંગ ઇલેવનમાં શેન વોટ્સન અને રહાણેની પસંદગી કરી છે. શેન વોટ્સન અત્યારે સીએસકેની ટીમના ભાગ છે અને રહાણે આ સીઝનથી દિલ્લી કેપિટલ્સની સાથે છે. વિકેટકીપર બેટ્સમેન તરીકે તેમને જોસ બટલરની પસંદગી કરી અને તેમને નંબર ૩ પર બેટિંગ માટે રાખ્યા છે.

રાજસ્થાન રોયલ્સની ઓલ ટાઈમ ઈલેવનમાં સંજુ સેમસન પણ જગ્યા બનાવવામાં સફળ રહ્યા અને તેમને આકાશ ચોપરાએ નંબર ૪ પર બેટિંગ માટે પસંદ કર્યા છે. તેમને કહ્યું છે કે, આ જગ્યા પર હું સ્ટીવન સ્મિથને પસંદ કરી રહ્યો હતો પરંતુ હવે બે વિદેશી ખેલાડીઓની જગ્યા બાકી છે, એવામાં તેમની જરૂરત બોલિંગમાં પાડી શકે છે.

નંબર ૫ પર રાહુલ ત્રિપાઠીની પસંદગી તેમને કરી અને કહ્યું છે કે, હું સ્ટુઅર્ટ બિન્નીના વિશેમાં વિચારી રહ્યો હતો પરંતુ નંબર પર બેટિંગ માટે રાહુલ ત્રિપાઠી વધુ સારા છે. ત્યાર બાદ ૬ નંબર માટે તેમને વિસ્ફોટક બેટ્સમેન યુસુફ પઠાણની પસંદગી કરી છે.

બોલિંગની વાત કરીએ તો તેમાં તેમને રવિન્દ્ર જાડેજા અને શેન વોર્નને બે સ્પિનરના રૂપમાં પસંદ કર્યા છે. શેન વોર્નને આ ટીમના કેપ્ટન આકાશ ચોપરાએ બનાવ્યા છે. તેમની કેપ્ટનશીપમાં રાજસ્થાન રોયલ્સ આઈપીએલની પ્રથમ સીઝનમાં ટાઈટલ જીત્યું હતું. ત્યાર બાદ મુનાફ પટેલ, સિદ્ધાર્થ ત્રિવેદી અને જોફ્રા આર્ચરના રૂપમાં ત્રણ ઝડપી બોલરોને પસંદ કર્યા છે.

આકાશ ચોપરાની ઓલ ટાઈમ રાજસ્થાન રોયલ્સ ઈલેવન આ પ્રકાર છે : શેન વોટ્સન, રહાણે, જોસ બટલર (વિકેટકીપર), સંજુ સેમસન, રાહુલ ત્રિપાઠી, યુસુફ પઠાણ, રવીન્દ્ર જાડેજા, શેન વોર્ન (કેપ્ટન), સિદ્ધાર્થ ત્રિવેદી, જોફ્રા આર્ચર અને મુનાફ પટેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here