ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરોની તુલનાએ ભારતીય ક્રિકેટરો વધારે સહનશીલ : ગાંગુલી

0
2

બીસીસીઆઇના પ્રમુખ સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે બાયોબબલમાં માનસિક આરોગ્યના મુદ્દાને સહન કરવાની વાત આવી ત્યારે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરોની તુલનાએ ભારતીય ક્રિકેટરો વધારે સહનશીલ પુરવાર થયા છે. છતાં પણ કોવિડ-૧૯ના લીધે બાયોબબલમાં રહેવું તે જેવી તેવી વાત ન હતી.

કોવિડ-૧૯ના લીધે ખેલાડીઓએ બાયોબબલમાં રહેવું પડતું હોવાના લીધે તેમની હેરફેર હોટેલ અને સ્ટેડિયમ પૂરતી જ મર્યાદિત થઈ જાય છે. તેઓ ક્યાંય બહાર નીકળી શકતા નથી. તેઓ કોઈપણ સિરીઝ દરમિયાન બબલની બહારના લોકોને મળી શકતા નથી. વિરાટ કોહલીએ આ પ્રકારની પરિસ્થિતિ માનસિક રીતે ઘણી તકલીફ આપનારી હોવાનું કહ્યું હતું.

છેલ્લા છથી સાત મહિના દરમિયાન ઘણુ બધુ ક્રિકેટ બાયોબબલમાં રમાતું હોવાનું કહ્યું હતું. આ અત્યંત કપરી સ્થિતિ છે. મેદાનમાંથી સીધું હોટેલના રૃમમાં જવાનું અને બીજા દિવસે સીધુ મેદાન પર જવાનું. આ આખુ અલગ જ જીવન છે. ગાંગુલીએ આ માટે ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમનું ઉદાહરણ આપ્યું હતું, જેણે બાયોબબલના લીધે સાઉથ આફ્રિકાનો પ્રવાસ ખેડવાના બદલે તેને રદ કરવાનું જ વધારે મુનાસિબ માન્યું હતું. તેઓને સાઉથ આફ્રિકામાં કોરોનાના ડર ઉપરાંત ખેલાડીઓના માનસિક આરોગ્ય પર પણ અસર પડવાનો ડર હતો. આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરતી વખતે તમારે પોઝિટિવ રહેવું પડે છે અને પોતાની જાતને માનસિક રીતે તાલીમ આપવી પડે છે. તેણે કહ્યું હતું કે ૨૦૦૫માં મારી પાસેથી કેપ્ટન્સી છીનવાઈ તે મારા માટે સૌથી મોટો આંચકો હતો, પણ હું આ આંચકો ખમી ગયો. જીવનમાં કશાની ખાતરી નથી. બધાને ઉતાર-ચઢાવ આવતા રહે છે. દરેક જણા પ્રેશરનો સામનો કરે છે. પહેલી ટેસ્ટ રમનારા ખેલાડીથી લઈને સોમી ટેસ્ટ રમનારા ખેલાડી પર પણ પ્રેશર હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here