અમેરિકામાં થયેલી વિમાન દુર્ઘટનામાં ભારતીય ડૉક્ટર દંપતી અને પુત્રીનું અવસાન

0
26

ન્યૂયોર્ક, તા. 10 ઓગસ્ટ 2019 શનિવાર

અમેરિકામાં  થયેલા એક પ્રાઇવેટ વિમાનના અકસ્માતમાં એક ભારતીયકૂળના ડૉક્ટર દંપતી અને એમની પુત્રીનું અવસાન થયું હતું.

ફિલાડેલ્ફિયામાં થયેલા આ અકસ્માતમાં 60 વર્ષની વયના ડૉક્ટર જસબીર ખુરાના, એમની પત્ની 54 વર્ષની ડૉ્કટર દિવ્યા ખુરાના અને એમની પુત્રી દિવ્યાનં અવસાન થયું હતું. આ દંપતીની ઔર એક પુત્રી હજુ હયાત છે જે આ વિમાનમાં માતાપિતાની સાથે નહોતી.

ડૉક્ટર ખુરાના પોતે લાયસન્સધારી પાઇલટ હતા અને 44વર્ષ જૂનું એક વિમાન ઊડાવી રહ્યા હતા. આ બંને પતિપત્નીએ ભારતના પાટનગર નવી દિલ્હીમાં AIIMS માં અભ્યાસ કરીને ડૉક્ટરની ડિગ્રી મેળવી હતી. બે દાયકા પહેલાં આ લોકો અમેરિકામાં આવીને સ્થાયી થયા હતા. બંને ફિઝિશિયન તરીકે સેવા આપી રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here