ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, તેઓ હવે કૃષિ મંત્રી કે અન્ય કોઈ નેતા સાથે વાતચીત નહીં કરે

0
9

કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેસા ખેડૂત આંદોલનનો આજે 71મો દિવસ છે પરંતુ હજી કઈ ઉકેલ આવે તેવી શક્યતા લાગતી નથી. કાયદો પરત લેવાની જીદ પર અટકેલા ખેડૂતોએ બુધવારે હરિયાણાના જિંદ જિલ્લાના કંડેલા ગામમાં મહાપંચાયત કરી હતી. તેમાં ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, તેઓ હવે કૃષિ મંત્રી કે અન્ય કોઈ નેતા સાથે વાતચીત નહીં કરે. હવે વડાપ્રધાન અથવા ગૃહમંત્રીએ વાતચીત માટે આગળ આવવું પડશે.

જ્યારે રાજા ડરે છે ત્યારે કિલ્લેબંધીનો સહારો લે છે

ટિકૈતે આગળ કહ્યું હતું કે, અત્યારે તો ખેડૂતો ખાલી કાયદો પરત લેવાની વાત જ કરે છે, જ્યારે ગાદી પરત લેવાની વાત કરીશું ત્યારે સરકાર શું કરશે? જ્યારે કોઈ રાજા ડરે છે ત્યારે કિલ્લે બંધીનો સહારો લે છે. અત્યારે પણ એવું જ થઈ રહ્યું છે. બોર્ડર પર જે કિલ્લાબંધ કરવામાં આવી છે તેવી તો દુશ્મન માટે પણ નથી કરવામાં આવતી. પરંતુ ખેડૂતો ડરશે નહીં. ખેડૂતોના તેના પર ઉંઘશે અને બીજા ખેડૂતો તેને પાર કરીને જશે.

સરકાર દ્વારા આંતરિક વાતચીત માટે ખેડૂતો કમિટીની સભ્ય સંખ્યા પણ ઓછી કરવાની ટિકૈતે ચોખ્ખી ના પાડી દીધી છે. તેમણે કહ્યું છે કે, લડાઈમાં વચ્ચે ઘોડા ન બદલાય. કમિટીના જે સભ્યો છે તે જ રહેશે.

કંડેલામાં ખાપની પંચાયતમાં પસાર કરવામાં આવ્યા 5 પ્રસ્તાવ

ત્રણેય કેન્દ્રીય કૃષિ કાયદા રદ કરવામાં આવે

ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP)માં કાયદો નક્કી કરવામાં આવે

સ્વામિનાથનના રિપોર્ટને લાગુ કરવામાં આવે

ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે

26 જાન્યુઆરીએ પકડાયેલા ખેડૂતોને છોડવામાં આવે અને જપ્ત કરેલાં ટ્રેક્ટરો પરત કરવામાં આવે. નોંધાયેલા કેસ પાછા લેવામાં આવે

કેજરીવાલે દિલ્હી પોલીસ પાસેથી 576 બસો પરત માંગી

કેજરીવાલ સરકારે દિલ્હી પોલીસની ડ્યૂટી માટે મોકલેલી 576 ડીટીસી બસોને તુરંત ડેપોમાં પરત મુકવાનો આદેશ કર્યો છે. આ બસો ખેડૂત આંદોલનમાં સેનાને આવવા-જવા માટે રાખવામાં આવી છે. દિલ્હી પરિવહન વિભાગે ડીટીસીને એવા પણ આદેશ આપવામાં આવ્યા છે કે, તેઓ દિલ્હી સરકારની મંજૂરી વગર દિલ્હી પોલીસને બસો મળશે નહીં.

ખેડૂતો પર સેલેબ્સ આમને સામને

ખેડૂત આંદોલનના સમર્થનમાં છેલ્લા 24 કલાકમાં ઘણાં સેલેબ્સ સામે આવ્યા છે. ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેથા થનબર્ગે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, તેઓ ભારતમાં ખેડૂત આંદોલનની સાથે છે. જ્યારે પોપ સિંગર રિહાનાએ લખ્યું છે કે, આપમે ખેડૂત આંદોલન વિશે ચર્ચા કેમ નથી કરતાં. તે વિશે ભારતીય સેલેબ્સે પણ વળતો પ્રહાર કર્યો છે. રિહાનાને જવાબ આપતા કંગના રાણાવતે લખ્યું છે કે, બેસી જા મુરખ, અમે તમારા લોકોની જેમ અમારો દેશ નથી વેચતા. કોઈ પણ આ મુદ્દે એટલા માટે વાત નથી કરતાં કારણકે હિંસા ફેલાવતા લોકો ખેડૂતો નહીં, આતંકીઓ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here