Monday, December 5, 2022
Homeવર્લ્ડપેન્ટાગોનમાં ભારતીય વિદેશ મંત્રી જયશંકરનુ ભવ્ય સ્વાગત કરાયું

પેન્ટાગોનમાં ભારતીય વિદેશ મંત્રી જયશંકરનુ ભવ્ય સ્વાગત કરાયું

- Advertisement -

પેન્ટાગોનની મુલાકાતે ગયેલા અમેરિકન વિદેશ મંત્રી એસ જયશંકરનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. જેનો વિડિયો પણ સામે આવ્યો છે. આ વિડિયોમાં ખુદ અમેરિકાના સંરક્ષણ મંત્રી લોઈડ ઓસ્ટિન એસ જયશંકરને લેવા માટે પહોંચ્યા હતા. બીજી તરફ અમેરિકન સૈનિકો સ્વાગત સમયે તિરંગો પણ લઈને ઉભેલા નજરે પડ્યા હતા. પેન્ટાગોનમાં પોતાના વક્તવ્ય દરમિયાન જયશંકરે ચીનની આકરી ટીકા કરી હતી અને કહ્યુ હતુ કે, ભારત અને અમેરિકા હિન્દ તથા પ્રશાંત મહાસાગરમાં એક ઉજળા ભવિષ્ય માટે ભેગા મળીને કામ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકા દ્વારા પાકિસ્તાનને એફ 16 વિમાનો માટે અપાયેલી સહાયની જયશંકરે ટીકા કરી હતી અને તે પછી તેઓ પેન્ટોગનના કાર્યક્રમમાં સામેલ થવા માટે પહોંચ્યા હતા. જયશંકરે આ પહેલા કહ્યુ હતુ કે, ઈસ્લામાબાદ સાથે વોશિંગ્ટનના સબંધોમાં અમેરિકાનુ હિત જળવાયુ નથી. આ એવો સબંધ છે જેનાથી પાકિસ્તાનના હિતો કે અમેરિકાના હિત પણ સચવાયા નથી. દરમિયાન લોઈડ ઓસ્ટિને કહ્યુ હતુ કે, ભારત અને અમેરિકા બીજા એક ડઝન પાર્ટનર સાથે ભારતીય અને પ્રશાંત મહાસાગર વિસ્તારને સમૃધ્ધ બનાવવા માટે કામ કરી રહ્યા છે. ચીન પોતાના ક્રુર આક્રમણની વચ્ચે રશિયાનુ સમર્થન કરવાનુ ચાલુ રાખી રહ્યુ છે. જેનાથી ઈન્ડો પેસિફિક ક્ષેત્રની શાંતિ તથા સુરક્ષા સામે આપણે સતત પડકારનો સામનો કરી રહ્યા છે. ઓસ્ટિને કહ્યુ હતુ કે, એક મંત્રી તરીકે હું ભારતની દોસ્તિ માટે આભારી છું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular