ભારતના હોકી ખેલાડી બલબીર સિંઘનું કોરોનાની બીમારીને લીધે નિધન

0
2

૧૯૫૮ની એશિયન ગેમ્સમાં ભારતે સિલ્વર મેડલ જીત્યો હતો તેમાં ભારતની સફળતામાં મહત્વનું યોગદાન આપનાર હોકી ખેલાડી બલબીરસિંઘ જુનિયરનું ૮૮ વર્ષની વયે કોરોનાની બીમારીને લીધે નિધન થયું છે. તેનો પુત્ર કેનેડામાં સ્થાયી થયો છે. તે અંતિમ ક્રિયામાં ભાગ નહતો લઈ શક્યો. સ્વ. બલબીરસિંઘની પુત્રીએ જવાબદારી સંભાળી હતી. ૧૯૬૨માં તેઓ ભારતીય સેનામાં જોડાયા અને મેજર તરીકે નિવૃત્ત થઈ ચંડીગઢમાં સ્થાયી થયા હતા. તેઓ સર્વિસ ટીમ તરફથી હોકી રમતા રહેલા. હોકી ઈન્ડિયા પ્રમુખ ગ્યાનેન્દ્રો નિન્ગોબને સદ્ગતને શ્રધ્ધાંજલિ અર્પી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here