ઇન્ડિયન આઇડલ 12 : સવાઈ ભાટ એલિમિનેટ થતાં બિગ બીની દૌહિત્રી નવ્યા નિરાશ

0
0

‘ઇન્ડિયન આઇડલ 12’નો સ્પર્ધક સવાઈ ભાટ એલિમિનેટ થઈ ગયો છે. તેના એવિક્શનથી સો.મીડિયા યુઝર્સ નારાજ છે. તો અમિતાભની દૌહિત્રી નવ્યાએ પણ નિરાશા વ્યક્ત કરી હતી. તેણે સો.મીડિયામાં બ્રોકન હાર્ટ તથા આંસુઓવાળી ઇમોજી શૅર કરી હતી. તેણે સવાઈ ભાટને ટૅગ કરીને કહ્યું હતું, ‘ગાતા રહો અને ચમકતા રહો.’

સો.મીડિયા યુઝર્સે શોને સ્ક્રિપ્ટેડ ગણાવ્યો
સવાઈ ભાટના એવિક્શનથી નારાજ સો.મીડિયા યુઝર્સે રિયાલિટી શોને સ્ક્રિપ્ટેડ ગણાવ્યો છે. એક યુઝરે કહ્યું હતું, ‘પોતના ફેવરિટ પ્રત્યે પૂરી રીતે સ્ક્રિપ્ટેડ તથા પક્ષપાતી શો. આ શો જોવાનું બંધ કરો. સવાઈ સતત બે અઠવાડિયાથી ટોપ 2માં હતો. શન્મુખાને તથા અન્યને બચાવવા માટે તેને અચાનક બહાર કરી દેવામાં આવ્યો. જ્યારે જનતાના મતોનું કંઈ નથી તો વોટ કેમ કરાવે છે.’

એક યુઝરે કહ્યું હતું, SMP (શન્મુખા પ્રિયા) તથા દાનિશને બચાવવા માટે સવાઈને એવિક્ટ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું. જજીસે જાણી જોઈને પવનદીપને સૌથી ઓછા પોઇન્ટ્સ આપ્યા અને સવાઈને બોટમમાં રાખ્યો. જ્યારે આ બંને સૌથી વધુ વોટ મેળવતા સ્પર્ધકો છે. પાખંડી જજ તથા પૉલિટિક્સથી ભરેલો સ્ક્રિપ્ટેડ શો.’

એક યુઝરે કમેન્ટ કરી હતી, ‘TRP તથા લોકપ્રિયતા માટે સવાઈનો ઉપયોગ કર્યો. હવે જ્યારે તમને સૌથી વધારે મત મળવા લાગ્યા તો આદિત્ય નારાયણની બહેન SMP તથા દાનિશને બચાવવા માટે તેને બહાર કરી દેવામાં આવ્યો. ભયાનક શો. પ્લીઝ નામ બદલીને ‘શાઉટિંગ આઇડલ’ કરી દો.’

અન્ય એકે કમેન્ટ કરી હતી, ‘ઇન્ડિયન આઇડલ’માં ચાલી શું રહ્યું છે. સવાઈ ભાટ હાલના સિંગર્સમાંથી બેસ્ટ સિંગર છે. TRPથી વધારે કંઈ નથી આ શોમાં.’

એક યુઝરે જણાવ્યું હતું, ‘તમારો શો ફિક્સ છે. સવાઈ હંમેશાં ટોપ 2માં રહ્યો છે, તો આજે કેમ એને કાઢી મૂક્યો. જો તમે તમારી ઈચ્છાથી એવિક્શન કરવા માગો છો તો વ્યૂઅર્સ પાસેથી કેમ વોટ માગો છો. પ્લીઝ ઓડિયન્સને સપોર્ટ કરો. ફૅક ઇન્ડિયન આઇડલ.’

બિગ બીની દોહિત્રી છે નવ્યા નંદા
થોડાં દિવસ પહેલાં નવ્યાએ સો.મીડિયામાં સવાઈ ભાટના સિંગિંગના વખાણ કર્યાં હતા. ફાધર્સ ડેના સ્પેશિયલ એપિસોડમાં સવાઈએ અમિતાભની ફિલ્મ ‘બાગબાન’નું ટાઇટલ ટ્રેક ગાતો હતો, ત્યારે નવ્યાએ સો.મીડિયામાં કહ્યું હતું, ‘ફેન ગર્લ મોમેન્ટ.’

સવાઈ ભાટે નવ્યાના ફેન ગર્લ મોમેન્ટ પર કહ્યું હતું, ‘શ્રીઅમિતાભ બચ્ચન સરની દોહિત્રી પાસેથી આટલો પ્રેમ મેળવવો સન્માનની વાત છે. તે મારા ઉત્સાહને વધારે છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here