ઈન્ડિયન મેડિકલ અસોસિએશનએ બાબા રામદેવને મોકલી 1,000 કરોડની માનહાનિ નોટિસ

0
2

ઈન્ડિયન મેડિકલ અસોસિએશન (IMA) ઉત્તરાખંડે યોગગુરૂ બાબા રામદેવને 1,000 કરોડની માનહાનિ નોટિસ મોકલી છે. આ નોટિસમાં બાબા રામદેવને પોતાના વિવાદિત નિવેદન મુદ્દે સ્પષ્ટતા કરતો વીડિયો જાહેર કરવા અને 15 દિવસમાં IMAની લેખિત માફી માંગવા કહેવામાં આવ્યું છે. સાથે જ આવું નહીં કરવામાં આવે તો 1,000 કરોડનો માનહાનિ કેસ કરવાની ધમકી પણ આપવામાં આવી છે.

નોટિસમાં IMAએ લખ્યું છે કે, બાબા રામદેવ એલોપથીનો ‘એ’ પણ નથી જાણતા, અમે તેમના સવાલોનો જવાબ આપવા તૈયાર છીએ પરંતુ તે પહેલા પોતાની યોગ્યતા તો જણાવે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, જો બાબા 15 દિવસની અંદર માફી નહીં માંગે તો તેમના વિરૂદ્ધ 1,000 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કરવામાં આવશે.

IMA ઉત્તરાખંડે લખ્યું છે કે, ‘રામદેવ પોતાની દવાઓ વેચવા માટે સતત જુઠાણું ફેલાવી રહ્યા છે. તેમણે કહ્યું કે તેમણે અમારી હોસ્પિટલોમાં પોતાની દવાઓની ટ્રાયલ કરી છે, અમે એ હોસ્પિટલોના નામ પુછ્યા પરંતુ તેઓ ન કહી શક્યા કારણ કે તેમણે ટ્રાયલ કરી જ નથી. ડોક્ટરો વિરૂદ્ધ આ પ્રકારની ટિપ્પણીથી લોકોમાં પણ બાબા પ્રત્યે ગુસ્સો છે.’

IMAએ જણાવ્યું કે, પોતાની દવાઓ વેચવા માટે રામદેવ ટીવીમાં વેક્સિનેશનની સાઈડ ઈફેક્ટ્સની જાહેરાત પણ કરી રહ્યા છે. તેઓ પેથી અને તેની સાથે સંકળાયેલા ડોક્ટર્સ વિરૂદ્ધ આડેધડ નિવેદન આપી રહ્યા છે. જો સરકાર તેમના વિરૂદ્ધ મહામારી એક્ટની કાર્યવાહી નહીં કરે તો IMA હરિદ્વારમાં તેમના વિરૂદ્ધ કેસ નોંધાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here