ભારતના મુસલમાનોએ ડરવાની જરૂર નથી: અમિત શાહ

0
14

નવી દિલ્હી તા.11
રાજયસભામાં આજે નાગરિકતા સુધારા ખરડો રજુ કરતાં ગૃહપ્રધાન અમિત શાહે ફરી એકવાર સ્પષ્ટતા કરી હતી કે આ ખરડો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનીસ્તાનમાં પ્રતાડીત હિંદુ, શીખ, ઈસાઈ, જૈન, બૌદ્ધ અને પારસી લઘુમતી શરણાર્થીઓને નાગરિકતા આપવાનો છે. આ ખરડાથી ભારતમાં રહેતા મુસલમાનોએ ચિંતા કરવાની જરૂર નથી. કેટલાક લોકો ભ્રમ ફેલાવે છે કે આ ખરડો મુસલમાનોની વિરુદ્ધ છે. એવી જ બંગાળ ઈસ્ટર્ન ફ્રન્ટીયર રેગ્યુલેશન એકટ 1973ની છે. ઈનર લાઈન પરમીટના વિસ્તારો, મિઝોરમ, અરુણાચલ, મોટાભાગના નાગાલેન્ડ અને મણીપુરમાં આ ખરડાની જોગવાઈઓ લાગુ નહીં પડે.

શાહે જણાવ્યું હતું કે કેટલાક લોકો કહી રહ્યા છે કે અમે વોટબેંકનું રાજકારણ રમી રહ્યા છીએ, પણ હું એ તમામને કહેવા ઈચ્છું છું કે અમે ચૂંટણી પહેલાં આ ઈરાદો દેશ સમક્ષ મુકયો હતો, જેને દેશની જનતાએ સમર્થન આવ્યું હતું.

સરકાર તરફથી આજે પહેલીવાર ખુલાસો થયો હતો કે શ્રીલંકાના તામિલ શરણાર્થીઓને નાગરિકતા ખરડામાંથી એટલા માટે બાકાત રાખવામાં આવ્યા છે કે શ્રીલંકામાં તામિલો સાથે મુસ્લીમો પણ લઘુમતીમાં છે. તામિલોને નાગરિકતા આપવા સાથે તેમને પણ નાગરિકતા આપવી પડે તેમ હતા.

ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના નેતા આનંદ શર્માએ જરાવ્યું હતું કે ભારતની સરકારોએ ધર્મને આધાર બનાવ્યો નથી. આ ખરડો બંધારણની કલમ 14નું ઉલ્લંઘન છે. ભારતે યહુદી કે ઈસાઈ, દમનનો ભોગ બનેલા લોકોને આશરો આપ્યો છે.

શાહે એવો ટોણો માર્યો હતો કે તમે શું ઈચ્છો છો? આખી દુનિયામાંથી જે મુસ્લીમ આવે તતેમને નાગરીકતા આપી છે? ખરડામાં સાફ છે કે માત્ર પ્રદેશના લઘુમતી શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવશે.
શર્માએ જણાવ્યું હતું કે સરકાર રાજહઠ છોડી ગાંધીજીના હૃદયથી જોવે. શર્માએ જણાવ્યું હતું કે અમે રાજકીય કારણોની વિરોધ નથી કરી રહ્યા, પણ અમારો વિરોધ બંધારણ અને નૈતિક દ્દષ્ટિએ છે. આ ખરડો લોકોમાં ભાગલા પાડવાવાળો છે. કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે સરકાર ઈતિહાસનેં નવેસરથી બનાવવાનું કામ છોડે.

તૃણમુલ કોંગ્રેસના ડેરેક ઓબ્રામને જણાવ્યું હતું કે એનઆરપીમાં બંગાળી હિંદુઓને નાગરીકતા આપવાનો ખોટો વાયદો કરવામાં આવ્યો હતા. તમે કહો છો કે નાગરીકતા બિલને સુવર્ણ અક્ષરે લખવામાં આવશે. આ આપરા રાષ્ટ્રપિતા નહીં, ઝીણાની કબર પર સોનેરી અક્ષરે લખાશે.

ભાજપ સાંસદ જે.પી.નડ્ડાએ જણાવ્યું હતું કે આ ખરડો કોઈ રાજકીય પક્ષ કે વિસ્તારના હિતમાં નહીં, પણ રાષ્ટ્રના હિતમાં છે, તેમણે જણાવ્યું હતું કે અમે 2019નાં ઢંઢેરામાં આ ખરડો લાવવા જાહેરાત કરી હતી. દેશનું વિભાજન ધર્મના આધારે થયું હતું. આટલો મોટો નરસંહાર પહેલા થયો નહોતો કે પછી થયો નહોતો. બન્ને દેશોમાં લઘુમતીઓની સુરક્ષા થાય એ ઈચ્છા હતી. એ વખતે પાકિસ્તાનમાં હિંદુ, શિખ, જૈન, પારસી, બૌદ્ધ લઘુમતી સમુદાય હતા. પડોસી દેશોની લઘુમતીઓની સુરક્ષાની વાત અને આજે નહીં, જનસંઘના દિવસોથી કરીએ છીએ.દરમિયાન, જેડીયુએ આજે રાજયસભામાં પણ ખરડાનું સમર્થન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here