ડોપીંગમાં દોષિત સાબિત થતાં ભારતીય ઓપનર પૃથ્વી શૉ આઠ મહિના માટે સસ્પેન્ડ

0
44

ભારતીય ક્રિકેટ ટીમનો યુવા ખેલાડી પૃથ્વી શો ડોપિંગમાં દોષિત પુરવાર થયો. તેને બીસીસીઆઇએ મંગળવારે 8 મહિના માટે સસ્પેન્ડ કરી દીધો. તે 15 નવેમ્બર 2019 સુધી ક્રિકેટથી દૂર રહેશે. વેસ્ટ ઇન્ડીઝ સામે 2018માં 2 ટેસ્ટ રમનાર 19 વર્ષીય શોનું સૈયદ મુસ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટ દરમિયાન ડોપિંગ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. બીસીસીઆઇએ જણાવ્યું કે શો ‘ટરબ્યુટેલાઇન’ ડ્રગ્સના સેવન માટે દોષિત ઠર્યો. શો ઉપરાંત અન્ય બે ડોમેસ્ટિક ખેલાડી વિદર્ભનો અક્ષય દુલારકર અને રાજસ્થાનનો દિવ્ય ગજરાજ પણ ડોપિંગમાં દોષિત ઠરતા તેમના પર પણ પ્રતિબંધ લાગ્યો છે.

મેં ઉધરસની દવા પીધી હતી: પૃથ્વી
પૃથ્વીએ બોર્ડને આપેલી સ્પષ્ટતામાં કહ્યું કે ‘મેં અજાણતા પ્રતિબંધિત પદાર્થનું કર્યું હતું. આ દવા ઉધરસ માટે લીધી હતી’. બોર્ડે કહ્યું કે પૃથ્વીના સ્પષ્ટીકરણને સ્વીકારી તેને 8 મહિનાનો પ્રતિબંધ લગાવાયો છે. કેમ કે પૃથ્વીએ નિયમના ઉલ્લંઘનનો સ્વીકાર કર્યો છે અને તેણે ઉધરસ માટે કફ સીરપ પીધો હતો. જે આ પદાર્થમાં હતો. પૃથ્વી હાલમાં હિપની ઇજાની સારવા કરાવી રહ્યો છે. પ્રતિબંધને કારણે તે બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રીકા સામેની ઘરેલું સીરીઝ ગુમાવશે. બીસીસીઆઇએ કહ્યું કે પૃથ્વીએ ભૂલ સ્વીકારી હોવાથી એડીઆરની કલમ 10.10.2 મુજબ પૃથ્વીના પર પ્રતિબંધ મૂકાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here