Friday, February 14, 2025
HomeવિદેશWORLD : ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનો અવકાશમાંથી દિવાળીનો Video સંદેશ

WORLD : ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનો અવકાશમાંથી દિવાળીનો Video સંદેશ

- Advertisement -

અમેરિકાની જાણીતી અવકાશ સંસ્થા નાસાની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ છેલ્લા પાંચ મહિનાથી અવકાશમાં છે. સુનિતાએ અમેરિકા સહિત વિશ્વભરમાં તહેવારની ઉજવણી કરનારાઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી છે. આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનથી જાહેર કરેલ એક વીડિયો સંદેશમાં ભારતીય મૂળની અવકાશયાત્રીએ કહ્યું આ વર્ષે તેને પૃથ્વીથી 260 માઈલ ઉપરથી દિવાળીની ઉજવણી કરવાનો અનોખો અવસર મળ્યો છે.

સુનિતા વિલિયમ્સે વીડિયો સંદેશમાં કહ્યું, ‘ISS તરફથી શુભેચ્છાઓ. હું વ્હાઇટ હાઉસ અને સમગ્ર વિશ્વમાં આજે ઉજવણી કરી રહેલા દરેકને દિવાળીની ખૂબ-ખૂબ શુભેચ્છા પાઠવું છું. આ વર્ષે મને પૃથ્વીથી 260 માઈલ ઉપર ISS પર દિવાળી ઉજવવાની અનોખી તક મળી છે. મારા પિતાએ અમને દિવાળી અને અન્ય ભારતીય તહેવારો વિશે શીખવીને અમારા સાંસ્કૃતિક મૂળિયાં જાળવી રાખ્યા છે.

સુનિતા વિલિયમ્સે તહેવારના આશા અને નવીકરણના સંદેશ પર ભાર મુકતા કહ્યું કે દિવાળીએ આનંદનો સમય છે કારણ કે વિશ્વમાં સારાપણું પ્રવર્તે છે.
વિલિયમ્સે દિવાળીના તહેવારોમાં ભાગ લેવા અને સમુદાયના યોગદાનને માન્યતા આપવા બદલ યુએસ પ્રમુખ જો બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનો પણ આભાર માન્યો હતો. તેમણે કહ્યું, ‘દિવાળી એ ખુશીનો સમય છે કારણ કે દુનિયામાં સારાની જીત થાય છે. આજે આપણા સમુદાયના લોકો સાથે દિવાળીની ઉજવણી કરવા અને આપણા સમુદાયના લોકોના અનેક યોગદાનને ઓળખવા બદલ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિનો આભાર.

સુનિતા વિલિયમ્સનો આ વીડિયો મેસેજ ખૂબ જ સ્પર્શી ગયો છે. વ્હાઇટ હાઉસમાં આયોજિત દિવાળીની ખાસ ઉજવણી દરમિયાન આ વાત સામે આવી છે. આ સમારોહમાં રાષ્ટ્રપતિ બાઈડેન સહિત ભારતીય મૂળના ઘણા લોકોએ ભાગ લીધો હતો. વ્હાઇટ હાઉસ ખાતે દિવાળી પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સુનિતા વિલિયમ્સ તેમના સાથી અવકાશયાત્રી બૂચ વિલ્મોર સાથે જૂનથી ISS પર છે. બંનેએ તેમની પ્રથમ ક્રૂ ફ્લાઇટ 5 જૂને બોઇંગના સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટ પર કરી હતી, જે 6 જૂને સ્પેસ સ્ટેશન પર આવી હતી.

સ્ટારલાઇનરને તેના ક્રૂ વિના પૃથ્વી પર પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 6 સપ્ટેમ્બરે અવકાશયાન સફળતાપૂર્વક પાછું ફર્યું. ઓગસ્ટમાં, નાસાએ કહ્યું હતું કે વિલ્મોર અને વિલિયમ્સને પૃથ્વી પર પાછા ફરવાનું ખૂબ જોખમી છે. વિલ્મોર અને વિલિયમ્સે અભિયાનના ભાગરૂપે ઔપચારિક રીતે તેમનું કાર્ય ચાલુ રાખ્યું છે. બંને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં પરત ફરશે.

 

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular