અમેરિકામાં મોટી જવાબદારી : ભારતીય મૂળની મેધા રાજને ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઇડનના ડિજિટલ કેમ્પેનની ચીફ બનાવવામા આવી

0
5

વોશિન્ગટન. ભારતીય મૂળની અમેરિકન મેધા રાજને ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બાઇડનના ચૂંટણી કેમ્પેનમાં ડિજિટલ પ્રચારના ચીફ તરીકે જવાબદારી મળી છે. આ જવાબદારી એટલા માટે અગત્યની છે કારણ કે કોરોના વાયરસ મહામારીના કારણે આ વખતે પ્રચાર સંપૂર્ણ રીતે વર્ચ્યુઅલ થવાનો છે.

આ પહેલા પીટ  બુટીગીગના કેમ્પનમાં હતી
આ પહેલા મેધા રાજ પીટ બુટીગીગના ચૂંટણી પ્રચાર અભિયાન સાથે જોડાયેલી રહી છે. બુટીગીગે પણ બાઇડનને સમર્થન આપ્યું છે. CNN ચેનલે આ સમાચાર સૌથી પહેલા દેખાડ્યા હતા. તેમનું કહેવું છે કે ક્લાર્ક હમ્ફ્રીને બાઇડનના અભિયાનના ડેપ્યુટી ડિજીટલ ડાયરેક્ટર બનાવવામા આવ્યા છે. તેમની જવાબદારી લોકો પાસેથી ફંડ એકત્ર કરવાની રહેશે. તેઓ 2016માં હિલેરી ક્લિંટનના ચૂંટણી પ્રચાર અભિયાનમાં કામ કરી ચૂક્યા છે.

મેધાએ જોર્જટાઉન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યૂએશન કર્યું છે
મેધા રાજે ઇન્ટરનેશનલ પોલિટિક્સમાં જોર્જટાઉન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી MBA કર્યું છે. અમેરિકામાં  3 નવેમ્બરે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાશે. 77 વર્ષના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ બિડેનનો મુકાબલો રિપબ્લિક ઉમેદવાર અને વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થશે. અમુક ઓપીનિયન પોલમાં બાઇડનની ટ્રમ્પ પર 8 ટકા વૃદ્ધિ સાથે જીત થશે તેવું કહેવામાં આવી રહ્યું છે.