ભારતીય મૂળની સ્વાતિએ મંગળ પર પર્સિવરેન્સ રોવરના લેન્ડિંગમાં મહત્ત્વની જવાબદારી સંભાળી

0
17

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાનું પર્સિવરેન્સ માર્સ રોવર((Perseverance Rover) ગુરુવારે મંગળ(Mars) પર જીવનની શોધ માટે ઊતર્યું છે. તેણે ભારતીય સમય અનુસાર, ગુરુવારે અને શુક્રવાર દરમિયાન રાતે લગભગ બે વાગ્યે માર્સની સૌથી ખતરનાક ધરી જજીરો ક્રેટર પર લેન્ડિંગ કર્યું. આ ધરી પર ક્યારેક પાણી હતું. નાસાએ દાવો કર્યો છે કે અત્યારસુધીના ઈતિહાસમાં રોવરનું માર્સ પર સૌથી ચોક્કસ લેન્ડિંગ છે. પર્સિવરેન્સ રોવર મંગળ પરથી પહાડોના નમૂના પણ લઈને આવશે. રોવરનું લેન્ડિંગ ભારતીય મૂળની સ્વાતિ મોહને સંભાળ્યું હતું.

પર્સિવરેન્સ રોવરઃ મંગળ ગ્રહના જજીરો ક્રેટરમાં સફળતાપૂર્વક ઊતર્યું રોવર.

પર્સિવરેન્સ રોવરઃ મંગળ ગ્રહના જજીરો ક્રેટરમાં સફળતાપૂર્વક ઊતર્યું રોવર.

સ્વાતિએ રોવરને મંગળ ગ્રહ પર ઉતારવામાં સૌથી મોટી ભૂમિકા નિભાવી

અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા(NASA)ની જેટ પ્રોપલ્શન લેબોરેટરી(JPL)માં માર્સ પર્સિવરેન્સ રોવર મિશનના લેન્ડિંગ દરમિયાન એક મહિલા સતત સમગ્ર વિશ્વને રોવરની સ્થિતિ વિશે જણાવી રહી હતી. આ મહિલા ભારતીય મૂળની અમેરિકાની વૈજ્ઞાનિક સ્વાતિ મોહન છે. આ મહિલાએ માર્સ પર્સિવરેન્સ રોવરને મંગળ ગ્રહ પર ઉતારવામાં સૌથી મોટી ભૂમિકા નિભાવી છે.

માર્સ પર લેન્ડિંગ પછી પર્સિવરેન્સ માર્સ રોવરે આ ઈમેજ ક્લિક કરીને પૃથ્વી પર મોકલી.

માર્સ પર લેન્ડિંગ પછી પર્સિવરેન્સ માર્સ રોવરે આ ઈમેજ ક્લિક કરીને પૃથ્વી પર મોકલી.

સ્વાતિ મોહન 2013થી માર્સ પર્સિવરન્સ રોવર મિશનનો હિસ્સો

સ્વાતિ મોહન માર્સ પર્સિવરેન્સ રોવર મિશનનો હિસ્સો વર્ષ 2013થી છે. સ્વાતિ જ્યારે એક વર્ષની હતી ત્યારે તેનાં માતા-પિતા અમેરિકા શિફ્ટ થયાં. સ્વાતિ મોહને વોશિંગ્ટન ડીસીની નોધર્ન વર્જિનિયા વિસ્તારમાં આવેલી હેફિલ્ડ હાઈસ્કૂલમાંથી પ્રાઈમરી એજ્યુકેશન પ્રાપ્ત કર્યું છે. સ્વાતિ મોહને કોર્નેલ યુનિવર્સિટીમાંથી મેકેનિકલ એન્ડ એરોસ્પેસ એન્જિનિયરિંગમાં બીએસ કર્યું છે. એ પછી તેમણે MS અને PhD કર્યું છે. અહીં પણ તેમનો વિષય એરોનોટિક્સ અને એસ્ટ્રોનોટિક્સ હતો.

અંતિમ સાત મિનિટ ખૂબ જ મુશ્કેલ અને ખતરનાક રહી

6 પૈડાંવાળું રોબટ સાત મહિનામાં 47 કરોડ કિલોમીટરની યાત્રા પૂરી કરીને ઝડપથી પોતાના લક્ષ્યની નજીક પહોંચ્યું. અંતિમ સાત મિનિટ ખૂબ જ મુશ્કેલ અને ખતરનાક રહી. એ સમયે એ માત્ર 7 મિનિટ 12 હજાર માઈલ પ્રતિ કલાકની ગતિથી આવ્યું. એ પછી લેન્ડિંગ થયું. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પણ તેમની ઓફિસમાં આ લેન્ડિંગ જોયું.

પાણીની શોધ અને જીવનની શોધ કરશે

પર્સિવરેન્સ માર્સ રોવર અને ઈન્જિન્યુટી હેલિકોપ્ટર મંગળ ગ્રહ પર કાર્બનડાયોઓક્સાઈડથી ઓક્સિજન બનાવવાનું કામ કરશે. તે જમીનની નીચે જીવન સંકેતો સિવાય પાણીની શોધ અને એને સંબંધિત તપાસ પણ કરશે, તે એનુું માર્સ એન્વાયર્નમેન્ટલ ડાઇનામિક્સ એનાલાઈઝર(MEDA) મંગળ ગ્રહના વાતાવરણનું અધ્યયન કરશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પણ પર્સિવરેન્સનું લેન્ડિંગ જોયું.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પણ પર્સિવરેન્સનું લેન્ડિંગ જોયું.

જજીરો ક્રેટર પર હતું ટચડાઉન ઝોન

નાસાએ જજીરો ક્રેટરને જ રોવરનું ટચડાઉન ઝોન બનાવ્યું હતું. રોબટે અહીં જ લેન્ડ કર્યું. હવે તે સેટેલાઈટ કેમેરા દ્વારા સંપૂર્ણ માહિતી મેળવશે અને પછી એ નાસાને મોકલશે. આ મિશન અત્યારસુધીનું સૌથી એડવાન્સ્ડ રોબોટિક એક્સપ્લોરર છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, જજીરો ક્રેટર મંગળ ગ્રહની એ ધર છે, જ્યાં ક્યારેક વિશાળ સરોવર હતું, એટલે કે અહીં પાણી હોવાની માહિતી પૂરતી મળી ચૂકી છે. વૈજ્ઞાનિકોને આશા છે કે જો મંગળ પર ક્યારેક જીવન હતું, તો એના સંકેત અહીં અવશેષોના રૂપમાં મળી શકશે.

પર્સિવરેન્સ રોવરમાં 23 કેમેરા

મંગળ ગ્રહના લેટેસ્ટ વીડિયો અને અવાજ રેકોર્ડ કરવા માટે પર્સિવરેન્સ રોવરમાં 23 કેમેરા અને બે માઈક્રોફોન લગાવવામાં આવ્યા છે. રોવરની સાથે બીજા ગ્રહ પર પહોંચેલું પ્રથમ હેલિકોપ્ટર Ingenuity પણ છે. એના માટે પેરાશૂટ અને રેટ્રોરોકેટ પણ લગાવવામાં આવ્યાં છે. એના દ્વારા સ્મૂધ લેન્ડિંગ થઈ શકે. હવે રોવર બે વર્ષ સુધી જજીરો ક્રેટરને એક્સપ્લોર કરશે.

સફળ લેન્ડિંગ પછી ખુશી મનાવતી યુએસ એરોનોટિક્સ અને સ્પેસ એડમિનિસ્ટ્રેશનની ટીમ.

સફળ લેન્ડિંગ પછી ખુશી મનાવતી યુએસ એરોનોટિક્સ અને સ્પેસ એડમિનિસ્ટ્રેશનની ટીમ.

પર્સિવરેન્સ રોવર 1000 કિલોગ્રામનું વજન ધરાવે છે

નાસાના માર્સ મિશનનું નામ પર્સિવરેન્સ માર્સ રોવર અને ઈન્જિન્યુટી હેલિકોપ્ટર છે. પર્સિવરેન્સ રોવર 1000 કિલોગ્રામનું વજન ધરાવે છે. એ પરમાણુ ઊર્જાથી ચાલશે. પ્રથમ વખત કોઈ રોવરમાં પ્લૂટોનિયમના ઈંધણનો ઉપયોગ થઈ રહ્યો છે. આ રોવર મંગળ ગ્રહ પર 10 વર્ષ સુધી કામ કરશે. એમાં 7 ફૂટનો રોબોટિક આર્મ, 23 કેમેરા અને એક ડ્રિલ મશીન છે. જ્યારે હેલિકોપ્ટરનું વજન 2 કિલોગ્રામ છે.

એપ્રિલ 2020નો આ ફોટો છે, જ્યારે કેનેડી સ્પેસ સેન્ટરમાં નાસાની મિશન માર્સ ટીમે રોવરનું ફાઈનલ ટેસ્ટિંગ કર્યું હતું.

એપ્રિલ 2020નો આ ફોટો છે, જ્યારે કેનેડી સ્પેસ સેન્ટરમાં નાસાની મિશન માર્સ ટીમે રોવરનું ફાઈનલ ટેસ્ટિંગ કર્યું હતું.

રોવરની સાથે હેલ્થવર્કર્સ માટે ટ્રિબ્યૂટ મોકલ્યું

આ રોવરની સાથે 1.1 કરોડ લોકોનાં નામ ત્રણ સિલિકોન ચિપ્સ પર લખીને મોકલવામાં આવ્યાં છે. આ સિવાય વિશ્વના હેલ્થવર્કર્સ માટે એક ટ્રિબ્યૂટ પણ છે. એક નાની એલ્યુમિનિયમ પ્લેટમાં એક રોડ પર વીંટળાયેલા સાપની આકૃતિ છે, જે ગ્લોબલ મેડિકલ સોસાયટીને દર્શાવે છે. એમાં એક લાઈનમાં સેન્ટ્રલ ફલોરિડાથી મંગળનો રસ્તો બતાવવામાં આવ્યો છે. ફલોરિડાના કેપ કનેરવરલ સ્થિત કેનેડી સ્પેસ સેન્ટરથી મિશનને લોન્ચ કરવામાં આવ્યું હતું.

મિશન પર ચોથી પેઢીનું પાંચમું રોવર

આ પહેલાં પણ નાસાનાં ચાર રોવર મંગળની સપાટી પર ઊતરી ચૂક્યાં છે. પર્સિવરેન્સ નાસાની ચોથી પેઢીનું રોવર છે. આ પહેલાં પાથફાઈન્ડર અભિયાન માટે સોજોનરને વર્ષ 1997માં મોકલવામાં આવ્યું હતું. એ પછી 2004માં સ્પિરિટ અને ઓપર્ચ્યુનિટીને મોકલવામાં આવી. જ્યારે 2012માં ક્યુરિઓસિટી મંગળ પર ગયો હતો.

એપ્રિલ 2020માં ઈન્જિન્યુટી કોપ્ટરનું ફક્શનલ ટેસ્ટિંગ કેનેડી સ્પેસ સેન્ટરમાં કરવામાં આવ્યું હતું.
એપ્રિલ 2020માં ઈન્જિન્યુટી કોપ્ટરનું ફક્શનલ ટેસ્ટિંગ કેનેડી સ્પેસ સેન્ટરમાં કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here