Monday, October 25, 2021
Homeભારતીય રેલવેની મોટી જાહેરાત, હવે ચાલતી ટ્રેનમાં મુસાફરોને મળશે આ મફત સુવિધા
Array

ભારતીય રેલવેની મોટી જાહેરાત, હવે ચાલતી ટ્રેનમાં મુસાફરોને મળશે આ મફત સુવિધા

ભારતીય રેલવેમાં મુસાફરી કરવાની મજા હવે બમણી આવશે. કારણ કે ભારતીય રેલવેએ યાત્રીઓને એક શાનદાર સુવિધા દેવાનો નિર્ણય કર્યો છે. આ સુવિધા આવ્યા બાદ ભારતીય રેલવેમાં લાંબી યાત્રા કરનારા યાત્રીઓનો સફર ખુબ સારો થઈ જશે. આજકાલ જો કોઈ વ્યક્તિ ટ્રેનની લાંબી મુસાફરી કરે છે તો તે પોતાની સાથે સ્માર્ટફોન, લેપટોપ, ટેબ્લેટ જેવી વસ્તુઓને રાખવાનું પસંદ કરતા હોય છે.

એવું એટલા માટે કેમ કે પોતાના સફરને આનંદમય બનાવી શકે. તે મોબાઈલ, લેપટોપમાં વીડિયો, ફિલ્મ, વેબ સિરીઝ જેવી વસ્તું જોવા માટે પહેલાથી તૈયારી કરીને યાત્રા કરતા હોય છે, પરંતુ તેમની પ્લાનિંગ ત્યારે બગડે છે જ્યારે ચાલતી ટ્રેન ઈન્ટરનેટ કનેક્શન ઓછું થઈ જાય છે. એવામાં યાત્રી સ્માર્ટફોન અને લેપટોપ હોવા છતા પણ ઈન્ટરનેટ કનેક્શન ન હોવાના કારણે તે વીડિયો, વેબ સિરીઝ જોઈ શકતા નથી.

હવે ભારતીય રેલવે આ સુવિધાને ફ્રિ ઓફ કોસ્ટમાં દેવા જઈ રહી છે. ભારતીય રેલવે હવે યાત્રીઓ માટે વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ દેવાની તૈયારી કરી રહી છે. આ સર્વિસને લઈને યાત્રીઓને કોઈ પણ પ્રકારની ચૂકવણી નહીં કરવી પડે. આ નવી વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ થકી યાત્રીઓ વીડિયો, મૂવી, વેબ સિરીઝ જેવી તમામ વસ્તુઓ ઈન્ટરનેટ થકી જોઈ શકશે.

જો કે હજુ સુધી નવી રેલવે સેવા માટે કોઈ પણ પ્રકારની સુચના આવી નથી, પરંતુ રેલ મંત્રી પિયુષ ગોયલે પોતાના ટ્વીટ થકી આ સંકેતને આપ્યો છે. તેમણે ટ્વીટમાં લખ્યું હતુ કે જલ્દી જ યાત્રા ટ્રેનમાં પોતાની પસંદની મૂવી, મ્યૂઝિક, વીડિયો શો વગેરે જોઈ શકશો. હજુ સુધી આવી રહેલા સમાચાર મુજબ ભારતીય રેલવે આ સુવિધા માટે RailTel સાથે વાત કરી રહી છે.

જણાવી દઈએ કે RailTel ભારતીય રેલવેના ઘણા સ્ટેશનો પર ફ્રિ વાઈફાઈની સુવિધા પ્રદાન કરે છે. એટલા માટે એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતીય રેલવે રેલટેલથી વાતચિત કરીને સેવાને શરૂ કરી શકે છે. તેના હેઠળ ટ્રેનમાં પણ વાઈફાઈની સુવિધા રહેશે, જેમાં યાત્રી ચાલતી ટ્રેનમા પણ ઈન્ટરનેટ સેવાઓ થકી ઈન્ટરટેન થઈ શકશે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments