Monday, May 20, 2024
HomeNATIONALNATIONAL: ઈરાન ખાતેથી પૂરવઠો ખોરવાતા ભારતીય કેસરના ભાવ ઊંચકાયા

NATIONAL: ઈરાન ખાતેથી પૂરવઠો ખોરવાતા ભારતીય કેસરના ભાવ ઊંચકાયા

- Advertisement -

ઈરાન ખાતેથી પૂરવઠો ખોરવાઈ જતાં ભારતમાં કેસરના ઉત્પાદકો તથા ટ્રેડરોને લાભ થઈ રહ્યાનું જોવા મળી રહ્યું છે. ભારતમાં કેસરની ખેતી મોટેભાગે જમ્મુ અને કાશમીરમાં થાય છે.

મધ્ય પૂર્વમાં ભૌગોલિકરાજકીય તાણને પરિણામે ઈરાન ખાતેથી કેસરની નિકાસ ખોરવાઈ ગઈ છે. ભારતના કેસરના ભાવમાં છેલ્લા એક મહિનામાં નોંધપાત્ર વધારો થયો છે. ઈરાન ઉપરાંત ભારત, સ્પેન અને ગ્રીસમાં પણ કેસરનો પાક થાય છે. સારી કવોલિટીના કેસરના હોલસેલ ભાવમાં વીસથી બાવીસ ટકા જ્યારે રિટેલ ભાવમાં ૨૮થી ૩૦ ટકા વધારો થયાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું. સારી ગુણવત્તાના ભારતીય કેસરના ભાવ જે એક મહિના પહેલા હોલસેલમાં  પ્રતિ કિલો રૂપિયા પોણાત્રણથી ત્રણ લાખ બોલાતો હતો તે હાલમાં વધી સાડાત્રણથી પોણાચાર લાખ સુધી પહોંચી ગયો છે. રિટેલ ભાવ રૂપિયા ૪.૨૦ લાખથી  ૪.૫૦ લાખ જેટલો ઊંચો બોલાઈ રહ્યાનું બજારના વર્તુળોએ વધુમાં જણાવ્યું હતું.કેસરના વૈશ્વિક ઉત્પાદનમાં ૯૦ ટકા હિસ્સો ઈરાનનો છે. દેશમાં કાશમીરમાં  કેસરનું વાર્ષિક ઉત્પાદન ૩થી ૪ ટન જોવા મળે છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular