Monday, October 25, 2021
Homeભારતીય શેરબજારો સપ્તાહના બીજા દિવસે ઘટીને બંધ, નિફ્ટી 14910 પર બંધ; લાર્સન,...
Array

ભારતીય શેરબજારો સપ્તાહના બીજા દિવસે ઘટીને બંધ, નિફ્ટી 14910 પર બંધ; લાર્સન, ICICI બેન્કના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના બીજા દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 31 અંક ઘટીને 50363 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 19 અંક ઘટીને 14910 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર એશિયન પેઈન્ટ્સ, ડો.રેડ્ડી લેબ્સ, HUL, HCL ટેક, TCS સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. એશિયન પેઈન્ટ્સ 4.87 ટકા વધી 2470.80 પર બંધ થયો હતો. ડો.રેડ્ડી લેબ્સ 2.44 ટકા વધી 4448.85 પર બંધ થયો હતો. જોકે લાર્સન, ICICI બેન્ક, SBI, HDFC બેન્ક, HDFC સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. લાર્સન 1.56 ટકા ઘટીને 1461.00 પર બંધ રહ્યો હતો. ICICI બેન્ક 1.38 ટકા ઘટીને 594.90 પર બંધ રહ્યો હતો.

વિશ્વભરના શેરબજારોમાં ખરીદી

US માર્કેટમાં વધારાના કારણે વિશ્વભરના શેરબજારોમાં ખરીદી જોવા મળી રહી છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 225 અંક ઉપર 29992 પર કારોબાર કરી રહ્યો છે. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 153 અંક વધી 28987 પર કારોબાર કરી રહ્યો છે. આ રીતે ચીનના શંઘાઈ કમ્પોઝિટમાં પણ 12 અંકનો વધારો છે. ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડનરીઝ ઈન્ડેક્સ 1.28 ટકા વધીને 7108 અંક પર કારોબાર કરી રહ્યો છે. કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 13 ઉપર ચઢ્યો છે.

અમેરિકાના બજારોમાં રેકોર્ડ વધારો

USના બજારોમાં સોમવારે ડાઉ જોન્સ અને S&P 500 ઈન્ડેક્સ રેકોર્ડ હાઈ પર બંધ થયા. કોરોના મહામારીના મારથી બગડેલી ઈકોનોમિમાં રિકવરી અને આ સપ્તાહમાં વ્યાજદરો પર ફેડ રિઝર્વના નિર્ણયથી શેરબજારમાં ખરીદી રહી. નેસ્ડેક ઈન્ડેક્સ 1.05 ટકા ઉપર 13459 અંકો પર બંધ થયો હતો. આ પહેલા યુરોપિયન માર્કેટમાં ઘટાડો રહ્યો, જેમાં ફ્રાન્સ, બ્રિટન અને જર્મનીના શેરબજાર સામેલ છે.

ઘરેલુ બજારમાં ઘટાડો ચાલુ

15 માર્ચે સેન્સેક્સ 397 અંકના ઘટાડા સાથે 50395.08 પર અને નિફ્ટી પણ 101 અંક ઘટી 14929.50 પર બંધ થયો હતો. NSEના પ્રોવિઝનલ ડેટા મુજબ વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 1,101.35 કરોડ રૂપિયા અને ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ 749.71 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments