ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ, સેન્સેક્સ 585 અંક ઘટ્યો, નિફ્ટી 14557 પર

0
7

ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. દિવસના અંતે સેન્સેક્સ 585 અંક ઘટી 49216 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 163 અંક ઘટી 14557 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર HCL ટેક, ઈન્ફોસિસ, ડો.રેડ્ડી લેબ્સ, ટીસીએસ, ટેક મહિન્દ્રા સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. HCL ટેક 3.97 ટકા ઘટીને 948.30 પર બંધ રહ્યો હતો. ઈન્ફોસિસ 3.67 ટકા ઘટીને 1336.25 પર બંધ રહ્યો હતો. જોકે ITC, બજાજ ઓટો, M&M, મારૂતિ સુઝુકી, ભારતી એરટેલ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ITC 3.25 ટકા વધીને 217.40 પર બંધ રહ્યો હતો. બજાજ ઓટો 2.46 ટકા વધીને 3663.45 પર બંધ રહ્યો હતો.

વિશ્વભરના શેરબજારોમાં ઉતાર-ચઢાવ

અમેરિકાની ફેડ રિઝર્વે કહ્યું કે દેશનો આર્થિક ગ્રોથ લગભગ 40 વર્ષોમાં સૌથી મજબુત છે. આ કારણે વ્યાજ દરોને સ્થિર રાખવામાં આવ્યા છે. આ કારણે વિશ્વભરના બજારોમાં વધારો છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 1.05 ટકા વધી 30227 પર કારોબાર કરી રહ્યો છે. હોંગકોંગના હેંગસેંગ ઈન્ડેક્સમાં પણ 1.51 ટકા વધારો છે. આ રીતે ચીનના શંઘાઈ કમ્પોઝિટ અને કોરિયાના કોસ્પી ઈન્ડેક્સમાં પણ ખરીદી છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડનરીઝ 0.59 ટકા ઘટી 7,006 અંકો પર બંધ થયું છે.

બુધવારે સતત ચોથા દિવસે બજારમાં વેચવાલી

17 માર્ચે શેરબજારમાં ભારે વેચવાલી નોંધાઈ હતી. સેન્સેક્સ 562 અંકના ઘટાડાની સાથે 49801.62 પર અને નિફ્ટી પણ 189 અંક નીચે 14721.30 પર બંધ થયો હતો. NSEના પ્રોવિઝનલ ડેટા મુજબ વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ 2625.82 કરોડ રૂપિયાન શેર ખરીદ્યા. જ્યારે ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ 562.15 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here