લગ્નેત્તર સંબંધ માટે આ ઉંમરના પુરુષોને પસંદ કરે છે ભારતીય મહિલાઓ

0
4
hindustantimes.com

લગ્નેત્તર સંબંધ એટલે કે એકસ્ટ્રા મેરિટલ અફેર માટે ભારતીય મહિલાઓને 30થી 40 વર્ષના પુરુષો વધુ ગમે છે, જ્યારે પુરુષોને તેને માટે 25થી 30 વર્ષની ઉંમરની મહિલાઓ પસંદ આવે છે. લગ્નેત્તર ડેટિંગ એપ ગ્લીડનના ડેટા પરથી આ વાત સામે આવી છે. શુક્રવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, આ પ્રકારના સંબંધમાં પુરુષો બધા માટે તૈયાર રહે છે અને હંમેશાં રોમાંચ શોધતા રહે છે, જ્યારે ભારતીય મહિલાઓ વધુ સતર્ક છે અને મોટાભાગે વર્ચ્યુઅલ એક્સચેન્જોને પસંદ કરે છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય યુઝર્સ સ્માર્ટફોન્સના માધ્યમ સાથે જોડાવાનું પસંદ કરે છે અને મોબાઈલ વેબસાઈટની સરખામણીમાં તેમને આ એપ વધુ પસંદ છે. કંપનીનું કહેવું છે કે, તેઓ ત્રણવાર આવીને ચેટ પર સરેરાશ 1.5 કલાક સ્પેન્ડ કરે છે અને મોટાભાગે લંચ બ્રેકમાં બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી કે પછી પોતાના પતિ-પત્નીના સૂઈ ગયા બાદ રાત્રે 10 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી અહીં સમય આપે છે.

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, અનફેથફુલ શહેરોમાં દિલ્હી ચોથા નંબર પર છે. દેશમાં ગ્લીડન સમુદાયમાંથી 18 ટકા લોકો દેશની રાજધાનીના છે. દરમિયાન આ લિસ્ટમાં બેંગ્લોર પહેલા, મુંબઈ બીજા, કોલકાતા ત્રીજા અને ક્રમશઃ દિલ્હી અને પુણે ચોથા અને પાંચમા નંબર પર છે. સૌથી રાહત આપનારી વાત એ છે કે, દિલ્હીમાં પુરુષ-મહિલાનો રેશિયો 65:35 છે, જે દેશની સરેરાશ 70:30માં સૌથી વધુ ટકાવારી છે.

દિલ્હીમાં મહિલાઓ તેમાં સૌથી વધુ ઓનલાઈન રહે છે અને દરરોજ અહીં બે કલાક સ્પેન્ડ કરે છે. તેમાંથી મોટાભાગની મહિલાઓની ઉંમર 30થી 40 વર્ષની છે અને તે મહિલાઓ વધુ ઉંમરના વ્યક્તિઓને પસંદ કરે છે. તેમાં ડૉક્ટર, ડેન્ટિસ્ટ, હાયર મેનેજર્સ અને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here