Friday, April 19, 2024
Home‘નચ બલિયે 9’માં દેખાયેલી ભારતીય રેસલર બબીતા ફોગટ પ્રથમવાર માતા બનશે, બેબી...
Array

‘નચ બલિયે 9’માં દેખાયેલી ભારતીય રેસલર બબીતા ફોગટ પ્રથમવાર માતા બનશે, બેબી બંપ સાથે ફોટો શેર કર્યો

- Advertisement -

‘નચ બલિયે 9’માં ભાગ લઇ ચૂકેલી ભારતીય રેસલર બબીતા ફોગટની જિંદગીમાં ટૂંક સમયમાં નાનું મહેમાન આવવાનું છે. રેસલર બબીતા પ્રથમવાર માતા બનવાની છે. બબીતાએ સોશિયલ મીડિયા પર બેબી બંપ સાથે ફોટો શેર કરીને જાણકારી આપી છે.

પતિ સુહાગ સાથે શેર કરેલા સુંદર ફોટોમાં તેનો બેબી બંપ પણ દેખાઈ રહ્યો છે. પોસ્ટના કેપ્શનમાં લખ્યું કે, ‘તારી પત્ની તરીકે પસાર કરેલા દરેક સમયની સાથે મને અનુભવ થાય છે કે આટલી અમેઝિંગ ઝિંદગી જીવનારી હું કેટલી લકી છું. તું મારું હેપ્પી પ્લેસ છે. તે મને પૂરી કરી. હું એક્સાઈટેડ છું અને ઝિંદગીના નવા ચેપ્ટરને શરુ કરવાની રાહ જોઈ રહી છું.’

ગૂડ ન્યૂઝ મળતાની સાથે ઇન્ડસ્ટ્રીના મિત્રો યુવિકા ચૌધરી, અનિતા હંસનંદાની અને સંગ્રામ સિંહ ઉપરાંત અન્ય લોકો શુભકામના પાઠવી રહ્યા છે.

 

બબીતા ફોગટે વર્ષ 2019માં બોયફ્રેન્ડ અને મંગેતર સુહાગ સાથે ‘નચ બલિયે 9’માં ભાગ લીધો હતો. આ શોમાં બંનેનો સફર લાંબો સમય ના રહ્યો. સીઝનની ટ્રોફી પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરીએ જીતી હતી અને અનિતા તથા રોહિત રેડ્ડી સેકન્ડ રનર-અપ હતા. શો પછી બબીતા અને સુહાગે નવેમ્બર 2019ના રોજ લગ્ન કર્યા હતા. આ વર્ષે બબીતા બીજેપી તરફથી ઈલેક્શનમાં પણ ઊભી હતી પણ તે હારી ગઈ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular