ભારતને આજે વેસ્ટ ઈન્ડિઝ વ્હાઈટવોશ કરવાની તક

0
33

શ્રેણી જીતી લીધા પછી મંગળવારે (રાત્રે 8.00થી લાઈવ) અહી રમાનારી આખરી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં પણ વિજયી બની વેસ્ટ ઈન્ડિઝનો સંપૂર્ણ વ્હાઈટવોશ કરવાના પ્રયાસમાં આગળ વધી રહેલી ભારતની ટીમમાં કેટલાક ફેરફાર કરાવા સાથે નવા ખેલાડીઆેની અજમાયશમાં તેેઆેને રમવાનો મોકો આપવાની આશા રખાય છે.
ભારતે રવિવારે અમેરિકા ખાતેના તબક્કામાં વરસાદના અવરોધભરી બીજી મેચ ડકવર્થ-લુઈસ 22 રનથી જીતી શ્રેણીમાં 2-0થી અજેય સરસાઈ લીધી હતી.ભારતની બેટિંગમાં કદાચ મોટો ફેરફાર ન કરવામાં આવે, પણ બોલિંગમાં નવી અજમાયશની આશા કરાય છે.


ભારતીય કેપ્ટન કોહલીએ બીજી મેચ પછી કહ્યું હતું કે શ્રેણી જીતી લેવામાં કેટલાક નવા ખેલાડીઆેને રમવાનો મોકો આપી શકાય છે, પણ જીતવું હંમેશાં પ્રાધાન્ય હશે.કે. એલ. રાહુલની ઝઝૂમી રહેલા દિલ્હીના યુવાન બેટ્સમેન રિષભ પંતના સ્થાને પસંદગી થઈ શકે છે જે પહેલી બે મેચમાં 4 અને શૂન્ય રન કરી નિષ્ફળ રહ્યાે છે.

કોહલીને પંતની આવડતમાં ઘણો વિશ્વાસ છે અને જોવાનું રહે છે કે 21 વર્ષના આ આશાસ્પદ ખેલાડીને વધુ એક મોકો અપાશે કે નહી.
જોકે, રોહિત શમાર્ અથવા શિખર ધવનમાંથી કોઈને પણ આ મેચમાં આરામ અપાવાની શક્યતા નથી. ધવન માટે અંગૂઠામાં થયેલી ઈજાના કારણે વર્લ્ડ કપ ચૂકી જવા પછી આ પહેલી શ્રેણી છે અને પહેલી બે મેચમાં સારા પ્રમાણમાં રન ન કરી શકવાથી તે વન-ડે અને ટેસ્ટ મેચો પહેલા પોતાનું બેટિંગ ફોર્મ પાછું પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ હશે.

યુવાન ફાસ્ટ બોલર નવદીપ સૈનીની બદલીમાં લેગ-બ્રેક બોલર રાહુલ ચાહરની રમવાની પૂરી શક્યતા છે અને તેના સંબંધી દીપક ચાહરને પણ મોકો મળી શકે છે તથા રવીન્દ્ર જાડેજાને આરામ આપી શકાશે. આયોજક રાષ્ટ્રની ટીમ માટે ટૂંકી મુદતની રમતમાં સારો દેખાવ કરવો અગત્યનો છે અને કીરોન પોલાર્ડ તથા સુકાની કાર્લોસ બ્રેથવેઈટ તરફથી મોટા સ્કોરની આશા રખાય છે.મેચની શરુઆતઃ ભારતીય સમય અનુસાર રાતે 8 વાગ્યે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here