ફ્રેન્ચ બોક્સિંગમાં ભારતનો દબદબો, અમિત પંઘાલ અને સંજિતે ગોલ્ડ મેડલ જીત્યા

0
9

વર્લ્ડ ચેમ્પિયનશિપના સિલ્વર મેડાલિસ્ટ અમિત પંઘાલ(52 કિલોગ્રામ) અને સંજિતે (91 કિલોગ્રામ) કોરોના વાઇરસની મહામારી બાદ યોજાયેલી પ્રથમ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ હાંસલ કરીને શાનદાર દેખાવ કર્યો હતો.

ફ્રાન્સના નાંતેસ ખાતે યોજાયેલી એલેક્સિસ વેસ્ટાઇન ઇન્ટરનેશનલ બોક્સિંગ ટૂર્નામેન્ટમાંપંઘાલે અમેરિકાના રેને અબ્રાહમને 3-0ના માર્જિનથી હરાવ્યો હતો. જ્યારે સંજિતે ફ્રાન્સના સોહેબ બૂફિયાને તથા એશિયન સિલ્વર મેડાલિસ્ટ(Asian Silver Medalist) આશિષ કુમારે(75 કિલો) અમેરિકાના જોસેફ જેરોમે ફાઇનલ મુકાબલો ઈજાના કારણે પડતો મૂકતા ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.

જ્યારે એશિયન રજત પદક વિજેતા કવિન્દર બિષ્ટ(57 કિલો)ને ફક્ત સિલ્વર પદકથી સંતોષ માનવો પડ્યો હતો. જે સેમ્યુઅલ કે સામે 2-1થી હારી હતી. આપને જણાવી દઈએ કે ભારતે ટુર્નામેન્ટમાં ત્રણ બ્રોન્ઝ મેડલ પહેલાથી જીતી લીધા છે. ચાર વખતના એશિયાઈ પદક વિકેતા શિવા થાપા (63 કિલો), સુમિત સંગવાન અને સતીશ કુમાર સેમિફાઇનલમાં હાર્યા હતા. આપને જણાવી દઈએ કે ભારતના નવ બોકર્સ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયા છે જેમાં પાંચ પુરુષ અને ચાર મહિલાઓનો સમાવેશ થાય છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here