Friday, June 2, 2023
Homeદેશભારતની GDP પ્રથમ વખત 350 લાખ કરોડને પાર

ભારતની GDP પ્રથમ વખત 350 લાખ કરોડને પાર

- Advertisement -

ગયા નાણાકીય વર્ષમાં એટલે કે, 2022માં ભારતનું GDP પ્રથમ વખત 350 લાખ કરોડને વટાવી ગયું છે. વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે ગઈકાલે જણાવ્યું હતું કે, ભારત આગામી કેટલાક વર્ષોમાં સૌથી ઝડપથી વિકસતું G-20 અર્થતંત્ર બનશે. પરંતુ તેમાં કેટલાક સુધારાની જરૂર પડશે. વિશ્વ બેંકના જણાવ્યા અનુસાર, 2021માં ભારતીય GDP 263.5 લાખ કરોડ રૂપિયા હતી.

જો કે, મૂડીઝે એક સંશોધન અહેવાલમાં જણાવ્યું હતું કે,બ્યુરોક્રેસી વિવિધ લાઇસન્સ મેળવવા અને વ્યવસાયો સ્થાપવાની પ્રક્રિયાને ધીમી કરી શકે છે. તે પ્રોજેક્ટની અવધિ અને ખર્ચમાં વધારો કરી શકે છે. મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે જણાવ્યું હતું કે, “નિર્ણય લેવામાં વિલંબથી ભારતમાં વિદેશી રોકાણની ગતિમાં સીધો ઘટાડો થશે.” ખાસ કરીને જ્યારે ભારત એશિયા-પેસિફિકના અન્ય વિકાસશીલ અર્થતંત્રો જેમ કે ઈન્ડોનેશિયા અને વિયેતનામ સાથે મજબૂત સ્પર્ધામાં છે.

GDP એ અર્થતંત્રને ટ્રૅક કરવા માટે ઉપયોગમાં લેવાતા સૌથી સામાન્ય સૂચકાંક છે. GDP ચોક્કસ સમયગાળા દરમિયાન દેશની અંદર ઉત્પાદિત તમામ માલસામાન અને સેવાઓનું મૂલ્ય દર્શાવે છે. આમાં દેશની સરહદની અંદર રહીને ઉત્પાદન કરતી વિદેશી કંપનીઓ પણ સામેલ છે. જ્યારે અર્થતંત્ર સ્વસ્થ હોય છે, ત્યારે બેરોજગારીનું સ્તર સામાન્ય રીતે ઓછું હોય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular