મોરેશિયસને ભારતની ભેટ : મોદીએ ત્યાંના PM જગન્નાથ સાથે ભારતની મદદથી તૈયાર કરાયેલા સુપ્રીમ કોર્ટના નવા બિલ્ડીંગનું ઉદ્ધાટન કર્યું

0
0

નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મોરેશિયસની સુપ્રીમ કોર્ટની નવી બિલ્ડીંગનું વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ધાટન કર્યું છે. મોરેશિયસના વડાપ્રધાન પ્રવીંદ જગન્નાથ પણ આ દરમિયાન હાજર રહ્યા છે. કોર્ટનું નવું બિલ્ડીંગ રાજધાની પોર્ટ લુઈસમાં બનાવવામાં આવ્યું છે. જેને તૈયાર કરવામાં ભારતે મદદ કરી છે.

2016માં ભારતે મોરેશિયસને 35.3 કરોડનું વિશેષ આર્થિક પેકેજ આપ્યું હતું. આનાથી આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટની નવી બિલ્ડીંગ આ તેનો જ એક ભાગ છે. અહીં 100 બેડની એક સુપર સ્પેશ્યલ હોસ્પિટલ પણ તૈયાર કરાઈ રહી છે.

મોદીએ મોરેશિયસની મેટ્રો પરિયોજનાનું પણ ઉદ્ધાટન કર્યું હતુ

2019માં મોદીએ મોરેશિયસના વડાપ્રધાન સાથે ત્યાંના મેટ્રો એક્સપ્રેસ અને એક હોસ્પિટલના પ્રોજેક્ટનો શુભારંભ કર્યો હતો. ભારતની મદદથી તૈયાર કરવામાં આવી રહેલી મેટ્રો પરિયોજના હેઠળ સપ્ટેમ્બર 2019માં જ 12 કિમી લાઈન બનાવી લેવાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here