કોરોના દરમિયાન માનસિક રીતે ફિટ રહેવા ભારતનો ગોલકીપર પીઆર શ્રીજેશ કરી રહ્યો હતો આ પ્રવૃત્તિ

0
3

ભારતીય હોકી ટીમના ખેલાડીઓ છેલ્લા ત્રણ મહિનાથી બેંગલુરુ ખાતેના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સેન્ટરમાં તાલીમ લઈ રહ્યા હતા. કોરોના વાયરસને કારણે દેશભરમાં લોકડાઉન લાગી જતાં તેઓ ત્યાં જ ફસાઈ ગયા હતા. હવે તેમને પોતપોતાના ઘરે જવા મળ્યું છે પરંતુ ભારતીય હોકી ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશને આ અંગે કોઈ ફરિયાદ નથી. અઢી મહિના કરતાં વધારે સમયથી એક જ જગ્યાએ રહેવાથી અને પરિવારથી દૂર રહેવાને કારણે અન્ય ખેલાડીઓની માફક શ્રીજેશ પણ માનસિક રીતે નબળો પડવા માંડ્યો હતો, પરંતુ તેણે આ સમયનો સદુપયોગ કરીને મોટિવેશનલ પુસ્તકો વાંચવાના શરૂ કરી દીધા હતા. જેથી તે પોતાની જાતને બિઝી તો રાખતો હતો પરંતુ સકારાત્મક પણ રહેતો હતો.

હોકી કરિયરમાં ભારત માટે ઘણા ગોલ બચાવ્યા

શ્રીજેશે કહ્યું કે આ બાબત અમારા માટે કપરી હતી કેમ કે જીવનશૈલી જ બદલાઈ ગઈ છે. મહત્વની છે કે, બાબત તો તમારા વિચારોને બેલેન્સ રાખવાની હતી. મારા પિતા હાર્ટના પેશન્ટ છે અને મારે બે બાળકો છે. દિકરી છ અને દિકરો ત્રણ વર્ષનો છે. આમ હું તેમના આરોગ્ય અંગે ચિંતિત હતો. તેઓ વયને કારણે જોખમી ગ્રૂપમાં આવતા હતા. 34 વર્ષીય શ્રીજેશે તેની હોકી કરિયરમાં ભારત માટે ઘણા ગોલ બચાવ્યા છે, પરંતુ આ વખતની તેની કામગીરી કપરી હતી.

મોટિવેશનલ પુસ્તકો વાંચવાના શરૂ કર્યા

તેણે નકારાત્મક બાબતોને દૂર કરવાની હતી અને આ સમયે તેણે અમેરિકન ઓલિમ્પિયન જોના ઝેઇગરની માનસિક રીતે મજબૂત થવા માટેનું પુસ્તક ધ ચેમ્પિયન માઇનડસેટ વાંચવાનું શરૂ કર્યું. શ્રીજેશે ઉમેર્યું કે એક તરફ હોમસિકનેસ હતી અને બીજી તરફ હું મારા પરિવારને જોખમમાં મૂકવા માગતો ન હતો કેમ કે, હું ઘરે જાઉં તો પ્રવાસને કારણે કોરોના સંક્રમિત થવાનું જોખમ હતું. આ સમયે મેં મોટિવેશનલ પુસ્તકો વાંચવાના શરૂ કર્યા હતા.