નાગરિકતા બિલ : ભારતની ઈમરાનને સલાહ- અમારા મામલામાં દખલગીરી કરવાની જગ્યાએ તમારા દેશની લઘુમતી પર ધ્યાન આપો

0
24

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન બિલ અંગે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના નિવેદન પર વિદેશ મંત્રાલયે વાંધો ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલયએ ગુરુવારે કહ્યું કે, તેમણે(ઈમરાન) અમારા દેશના આંતરિક મામલાઓ પર ટિપ્પણી કરવાની જગ્યાએ તમારા દેશના લઘુમતીઓની સ્થિતિ પર ધ્યાન આપો. અમારે તેમના દરેક નિવેદનનો જવાબ આપવાની કોઈ જરૂર નથી. ઈમરાને નાગરિકતા બિલ અંગે ગુરુવારે ઘણા ટ્વીટ કર્યા અને ભારતની ટિકા પણ કરી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ઈમરાનના મોટાભાગના નિવેદનો અર્થહીન જ હોય છે. પાકિસ્તાનના ર્ઈશનિંદા કાયદાઓનો ઉલ્લેખ કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, પડોશી દેશના બંધારણમાં લઘુમતીઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે.

બિન-મુસ્લિમોને નાગરિકતા આપવાની મર્યાદા 11થી ઘટાડી 6 વર્ષ કરાઈ

નાગરિકતા સંશોધન કાયદામાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતી શરણાર્થીઓ(હિન્દુ, શીખ , જૈન, બૌદ્ધ, પારસી અને ઈસાઈ)ને નાગરિકતા મળવાનો સમય 11 વર્ષથી ઘટાડીને 6 વર્ષ કરી દેવાયો છે. મુસ્લિમો અને અન્ય દેશોના નાગિરકો માટે આ સમય મર્યાદા 11 વર્ષની જ રહેશે. જે બિન-મુસ્લિમોએ 31 ડિસેમ્બર, 2014ના રોજ અથવા તેના પહેલા કાયદેસર મુસાફરી દસ્તાવેજ વગર ભારતમાં પ્રવેશ કર્યો છે કે તેમના પછી તેમના દસ્તાવેજોની વેલિડીટી ખતમ થઈ ગઈ છે, તેમને પણ ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરવાની સુવિધા મળશે. જ્યારે કાયદેસરના દસ્તાવેજો વિનાના મુસ્લિમોને જેલ અથવા તો તેમને અહીંયા ન રહેવાની જોગવાઈ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here