UN : ભારતના પ્રતિનિધિ અકબરુદ્દીને પાકિસ્તાન પર નિશાન સાધ્યું, કહ્યું- તે જેટલા નીચે જશે, અમે એટલા જ ઉપર જઈશું

0
16

ન્યૂયોર્કઃ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાનિક પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને ઈશારામાં કહ્યું કે, UNના ઉચ્ચ સ્તરીય મહાસભા સત્રમાં પાકિસ્તાન ફરી કાશ્મીરનો મુદ્દો ઉઠાવી શકે છે. પરંતુ આવું કરવાથી ભારતનું પડખું ઊંચું રહેશે. પાકિસ્તાન વડાપ્રધાન ઈમરાન ખાને ગત મહિને જ કહ્યું હતું કે, તેઓ કાશ્મીર મુદ્દાને UN મહાસભામાં ઉઠાવશે. મીડિયા બ્રીફિંગ દરમિયાન આ અંગે એક સવાલનો જવાબ આપતા અકબરુદ્દીને કહ્યું કે, અમે તેમને આતંકને મુખ્યધારામાં લાવતા જોયા છે. હવે તે નફરત ભરેલા નિવેદનોને UNમાં લાવવા માગે છે. જો તે આવું કરવા માગે છે તો આ તેમના વિચાર છે પણ આવું કરવાથી તેમનું જ નીંચુ દેખાશે.

અકબરુદ્દીને વધુમાં કહ્યું કે, UNમાં એક દેશ ફરી જુની વાત વાગોળશે. દરેક દેશ પાસે એક વિકલ્પ છે કે તે વૈશ્વિક પ્લેટફોર્મ પર કોઈ પણ પ્રકારે પોતાની વાત રજુ કરે. ઘણા દેશો જ્યારે તેમની વાત મુકે તો તેમને નીંચુ નાંખવું પડે એવી સ્થિતી પણ થઈ શકે છે પણ અમને વિશ્વાસ છે કે અમારે આ વારો નહીં આવે. તમે જેટલા નીચે જશો અમે એટલા જ ઉપર જઈશું

UNમાં અમે ફરી ઉપર ઉઠાવાનું ઉદાહરણ રજુ કરીશું- અકબરુદ્દીને કહ્યું- ભારત પહેલા ઉપર ઉઠવાનું ઉદાહરણ રજુ કરશે. UNમાં અમારી દ્વિપક્ષીય અમે બહુપક્ષીય વાતચીત પણ એ જ બતાવે છે કે ભારત કેવી રીતે ઉપર આવશે. કોન્ફરન્સ દરમિયાન દરમિયાન તેમણે વડાપ્રધાન મોદીની યોજનાઓ અને પ્રાથમિકતાઓની પણ જાણકારી આપી.

સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દે ચર્ચા નહીં કરે ભારતઃ વિદેશ સચિવ- સંયુક્ત રાષ્ટ્રમાં ભારત કાશ્મીર મુદ્દે ચર્ચા નહીં કરે. વિદેશ સચિવ ગોખલેએ ગુરુવારે આ અંગેની પુષ્ટિ કરી હતી. UN સામાન્ય સભાની બેઠકમાં દુનિયાના એક જવાબદાર સભ્ય તરીકે ભારત વિકાસ , શાંતિ અને સુરક્ષા પર જ ધ્યાન આપશે. તેમણે કહ્યું હતું કે, અમારી પાસે ચર્ચા કરવાના ઘણા મુદ્દાઓ છે. આતંકવાદ તેમાનો જ એક છે. UN વૈશ્વિક મુદ્દાઓ પર વાત કરવાનું મંચ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here