ભારતનો શ્રીલંકા પ્રવાસ : સૌથી ઝડપી 100 વિકેટના રેકોર્ડની બરાબરી કરી શકે છે ચહલ

0
2

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે બીજી વન-ડે મેચ રમાવાની છે. આ મેચમાં ભારતીય સ્પિનર યુજવેંન્દ્ર ચહલની પાસે મોહમ્મદ શામીનાં સૌથી ઝડપી 100 વિકેટ લેવાના ભારતીય રેકોર્ડની બરાબરી કરવાની તક છે. શામીએ 56 મેચોમાં 100 વિકેટ લીધી હતી, ત્યા ચહલ અત્યાર સુધી 55 મેચોમાં 94 વિકેટ લઇ ચૂક્યો છે. જો ચહલ શ્રીલંકાની સામે 6 વિકેટ ઝડપે તો તે શામીના રેકોર્ડની બરાબરી કરશે. જો તે આવુ ન કરી શકે તો પણ ત્રીજી વન-ડેમાં જસપ્રીત બુમરાહનાં રેકોર્ડની બરાબરી કરવાની તક છે. બુમરાહે 57 મેચોમાં 100 વિકેટ લીધી હતી.

ચહલ ઓસ્ટ્રેલિયાની સામે એક મેચમાં 6 વિકેટ લઇ ચુક્યો છે
ચહલ ઓસ્ટ્રેલિયા વિરુધ્ધ વન-ડે મેચમાં 6 વિકેટ લેવાનુ કારનામું કરી ચૂક્યો છે. તેણે 2019માં મેલબર્ન ક્રિકેટ ગ્રાઉંડ પર ઓસ્ટ્રેલિયા સામે 42 રન આપીને 6 વિકેટ લીધી હતી. 2018માં સાઉથ આફ્રિકાની સામે તેણે 22 રન આપીને 5 વિકેટ લઇ ચૂક્યો છે. ચહલ પોતાના કરિયરમાં બે વાર 4-4 વિકેટ લેવાનુ કારનામું પણ કરી ચૂક્યો છે. સાઉથ આફ્રિકા વિરુધ્ધ 2018માં 46 રન આપીને 4 વિકેટ અને 2019માં 51 રન આપીને 4 વિકેટ ખેરવી હતી.

9 વખત 3-3 વિકેટ લઇ ચૂક્યો છે
ચહલ પોતાના કેરિયરમાં 9 વખત એક મેચમાં 3-3 વિકેટ લેવાનુ કારનામું કરી ચૂક્યો છે. શ્રીલંકાની સામે પણ તેણે બે વાર 3-3 વિકેટો ખેરવી છે. સૌથી વધુ ન્યુઝીલેન્ડ સામે 3 વાર 3-3 વિકેટ લેવામાં સફળ થયો છે. ઓસ્ટ્રેલિયા, વેસ્ટઇન્ડિઝ અને હોંગકોંગ સામે 1-1 વાર 3 વિકેટ લઇ ચૂક્યો છે.

T-20માં પણ 6 વિકેટ લઇ ચૂક્યો છે
ચહલે વન-ડે અને T-20માં 6 વિકેટ ખેરવી છે. તેણે ઇગ્લેન્ડ સામે 2017માં 4 ઓવરમાં 25 રન આપીને 6 વિકેટ લીધી હતી. શ્રીલંકાની સામે 2 વાર 4-4 વિકેટ પણ લઇ ચૂક્યો છે. 5 વાર 3-3 વિકેટ પણ લીધી છે.

શ્રીલંકાની સામે પહેલી મેચમાં 2 વિકેટ લીધી હતી
યુઝવેન્દ્ર ચહલે શ્રીલંકા સામેની પ્રથમ વનડે મેચમાં 2 વિકેટ ઝડપી હતી. તેણે 10 ઓવરમાં 52 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આ સિવાય દિપક ચહર અને કુલદીપ યાદવે આ મેચમાં બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાએ 1-1 વિકેટ લીધી હતી.

શ્રીલંકાની સામે સતત 10મી સીરીઝ જીતવાની તક
ત્રણ મેચોની સીરીઝમાં ભારત 1-0થી આગળ છે. જો ભારત આજની મેચ જીતે છે તો શ્રીલંકાની સામે સતત 10મી દ્વીપક્ષીય વન-ડે સીરીઝ જીત હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here