ભારતનો શ્રીલંકા પ્રવાસ : ટીમ ઇન્ડિયાની જીત પર જાણો વિરાટ કોહલી અને રોહિત શર્માએ શુ કહ્યું

0
0

ભારતની બે ટીમો હાલ અલગ-અલગ દેશોમાં રમી રહી છે. ઇગ્લેન્ડના પ્રવાસ પર હાલ વિરાટ કોહલી સહિત ભારતના સિનિયર પ્લેયર્સની ટીમ છે. તેમણે ઇગ્લેન્ડ સામેની પ્રેકટીસ મેચ સાથે શ્રીલંકા સામેની મેચનો પણ આનંદ લીધો હતો. વિરાટ કોહલી અને રોહિત શર્મા યંગ ટીમના આ પર્ફોમન્સથી ખૂબ ખુશ છે, અને ટ્વિટર દ્વારા શિખર ધવનની આ યુવા ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.

ભારતએ મંગળવારે શ્રીલંકા સામે રમાયેલી બીજી વન-ડેમાં એક અદ્ભુત જીત મેળવી સીરીઝમાં 2-0ની અજેય સરસાઇ મેળવી લીધી છે. આ મેચમાં દીપક ચહરે એક રોમાંચક ઇનિંગ્સ રમીને ભારતને એક અશ્કય લાગતી મેચમાં વિજય અપાવ્યો હતો.

વિરાટ કોહલીએ ટીમના બે યુવા પ્લેયર્સ દીપક ચહર અને સૂર્યકુમાર યાદવને ખાસ ક્રેડિટ આપી છે, અને આ જીતનો હિરો ગણાવ્યા. બંનેની અર્ધસદીની મદદથી ભારત આ જીત હાંસલ કરી શક્યુ છે. વિરાટે ટ્વિટરમાં લખ્યુ કે ટીમે શાનદાર જીત હાંસલ કરી. મુશ્કેલ પરિસ્થિતિમાં આ રીતે મેચ ખેંચીને લાવવી બહુજ શાનદાર એફર્ટ હતી. આ મેચ નિહાળવી શાનદાર રહી. વેલ ડન ડીસી(દીપક ચહર) અને સૂર્યા(સૂર્યકુમાર યાદવ), પ્રેશરમાં બંને જબરદસ્ત ઇનિગ્સ રમ્યા.

રોહિત, ઉમેશ, હનુમા, અક્ષર, મયંક, સિરાજ, રહાણે, શ્રીલંકાની સામે ભારતની બેટિંગ જોતા જોવા મળ્યા હતા
રોહિત, ઉમેશ, હનુમા, અક્ષર, મયંક, સિરાજ, રહાણે, શ્રીલંકાની સામે ભારતની બેટિંગ જોતા જોવા મળ્યા હતા

વિરાટ કોહલીઆ સમયે ઇગ્લેન્ડમાં છે, જ્યા ટીમ ઇન્ડિયા 4 ઓગસ્ટથી પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ રમવાની છે. આ સમયે ટીમ ત્રણ દિવસીય પ્રેકટીસ મેચ રમી રહી છે. વિરાટ કોહલીને પીઢમાં થોડી ઇજા હોવાથી આ મેચમાં નથી રમી રહ્યા. હાલ ટીમ રોહીત શર્માની કેપ્ટન્સી હેઠળ રમી રહી છે. શ્રીલંકા પ્રવાસમાં ભારતે યુવા ટીમ મોકલી છે પરંતુ યુવા ટીમના પ્રદર્શનથી લોકો ધણા પ્રભાવિત થયા છે. રોહિત શર્માએ પણ ટીમ ઇન્ડિયાના ઘણા વખાણ કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here