ભારતની વેક્સિન એક ડગલું આગળ : કોવેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલ કાલે શરૂ થશે, બાકી 2 વેક્સિનની ટ્રાયલ પહેલા અને બીજા તબક્કામાં

0
15

ભારતમાં કોરોનાની 3 વેક્સિન બનાવવામા આવી રહી છે. તેમાંથી એક કોવેક્સિનના થર્ડ ફેઝની ટ્રાયલ કાલે શરૂ થઇ જશે. બાકી બે વેક્સિનમાંથી એક ટ્રાયલ ફેઝ-1 અને બીજી ટ્રાયલ ફેઝ-2માં છે. સ્વાસ્થ્ય મંત્રાલય અને નીતિ આયોગે મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં તેની જાણકારી આપી હતી.

સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સની 6 મુખ્ય વાત

  • છેલ્લા 24 કલાકમાં 8 લાખ 99 હજાર 864 ટેસ્ટ કરવામા આવ્યા. એક દિવસમાં આ સૌથી વધુ ટેસ્ટિંગ છે. તેને વધારીને 10 લાખ કરવામા આવશે.
  • દેશમાં હવે દરરોજ એવરેજ 55 હજાર દર્દી સ્વસ્થ થઇ રહ્યા છે.
  • રોજ 1.92 ટકા જ્યારે અઠવાડિયામાં 1.94 ટકા લોકોના મોત થઇ રહ્યા છે. બન્ને આંકડા 2 ટકાથી ઓછા છે.
  • સરકાર તરફથી કહેવામા આવ્યું છે કે સંક્રમિત થવાનો દર 10 ટકાથી ઘટીને 7.2 ટકા પર આવી ગયો છે.
  • એક્ટિવ કેસ કુલ કેસના માતેર 24 ટકા છે.
  • અત્યારે લગભગ 20 લાખ લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. આંકડો એક્ટિવ કેસથી 2.93 ગણો વધારે છે.

કોરોનાથી મૃત્યુદર 1 ટકા પર લાવવાનું લક્ષ્ય છે
નીતિ આયોગના સભ્ય ડો. વીકે પાલે કહ્યું કે બેદરકારી ઓછી કરવી પડશે. માસ્ક, બે ગજના અંતરનું ધ્યાન રાખવું પડશે. રસ્તાઓ પર થૂંકવાનું બંધ કરવું પડશે. તેનાથી કોરોનાની પકડ ઓછી થશે. સર્વેલન્સ અને કન્ટેનમેન્ટમાં કોઇ ઢીલ ન આપવી જોઇએ. આપણું લક્ષ્ય કોરોનાનો મૃત્યુદર 1 ટકાથી નીચે લાવવાનો છે.

કોરોના પછીના લક્ષણો પર ધ્યાન રાખી રહ્યા છીએ
કોરોનાથી સ્વસ્થ થતા દર્દીઓમાં કોઇ લક્ષણ દેખાય છે કે નહીં તેના જવાબમાં પોલે કહ્યું- મેડિકલ કમ્યુનિટિ તેમજ વૈજ્ઞાનિકો તેના પર નજર રાખીને બેઠા છે. એ બાબતે અમે જાગૃત છીએ. અત્યાર સુધી ખબર પડી છે કે કોઇ ગંભીર મુદ્દો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here