Indigoએ રોનજોય દત્તાની નિમણૂંક નવા CEO તરીકે કરી

0
28

બેંગલરુંઃ ઈન્ટરગ્લોબ એવિએશન લિમિટેડ સંચાલિત ઈન્ડિગોએ ગુરૂવારે રોનજોય દત્તાની નિમણૂંક ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર(CEO) તરીકે કરી છે. આ નિમણૂંક પાંચ વર્ષ માટે કરવામાં આવી છે. કંપનીએ મિલિવિતી દામોદરનની ચેરમેન તરીકેની નિમણૂંકને પણ મંજૂરી આપી છે. કંપનીના જણાવ્યા પ્રમાણે આ નિમણૂંક 24 જાન્યુઆરીથી અમલી બનશે.

વિવિધ એરલાઈન્સ નવેમ્બર-જાન્યુઆરીમાં નુકસાનમાં રહી હતી

  • ઉલ્લેખનીય છે કે સતત એક વર્ષ સુધી ભાડામાં ઘટાડો કર્યા બાદ એરલાઈને નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ભાડામાં વધારો કર્યો હતો. આ સિવાય ઈન્ટરનેશનલ સર્વિસના ગ્રોથના કારણે પણ એરલાઈનમાં ગ્રોથ જોવા મળશે.
  • જુલાઈ-સપ્ટેમ્બરમાં ઉંચા ઓઈલ પ્રાઈસ, નબળો રૂપિયો અને ડોમેસ્ટિક પ્રાઈસ કોમ્પિટેશનના કારણે ઘણી એરલાઈન્સ નુકશાનમાં ગઈ હતી. આ તબક્કામાં ઈન્ડિગોની હરીફ ગણાતી એરલાઈન્સ જેટ એરવેઝ પણ ફડચામાં ગઈ હતી.
  • 2018ના સપ્ટેમ્બર કવાર્ટરમાં પ્રથમ વખત ઈન્ટરગ્લોબ નુકસાનમાં રહી હતી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2015થી ઈન્ટરગ્લોબ શેરબજારમાં પ્રવેશી છે. ઈન્ટરગ્લોબ ઓક્ટોબર-ક્વાર્ટરમાં પ્રોફીટમાં રહી હતી. કંપનીનો નફો 191 કરોડ રૂપિયા રહ્યો હતો. જોકે નફો ગત વર્ષના આ કવાર્ટની સરખામણીમાં 75 ટકા ઓછો રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here