નાગપુરથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઇટમાં ખામી, ગડકરી પણ હતા સવાર

0
12

નાગપુરથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગો એરલાઇન્સની એક પ્લેનમાં મોટી ખામી સર્જાતાં તેને રનવે ઉપર જ રોકી દેવામાં આવ્યું છે. આ પ્લેનમાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી પણ સવાર હતા જેઓ દિલ્હી જઈ રહ્યા હતા. મળતા માહિતી મુજબ, પ્લેનમાં ટેકનિકલ ખામી સર્જાયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો. ઈન્ડિગોની ફ્લાઇટ સંખ્યા 6E 636માં આ ખામી આવી છે.

પ્લેન ટેકઓફ કરવાનું જ હતું

મળતી જાણકારી મુજબ, પ્લેન ટેકઓફ કરવાની તૈયારીમાં જ હતું અને રનવે પર પહોંચી ગયું હતું. બાદમાં પાયલટોને ટેકનીકલ ખામીની જાણ થઈ. ત્યારબાદ પ્લેનને ટેક્સી વેમાં પાછું લઈ જવાનો આદેશ આપવામાં આવ્યો. આ દરમિયાન પેસેન્જરોની સાથે કેન્દ્રીય મંત્રી પણ પ્લેનમાં સવાર હતા. મળતી માહિતી મુજબ સમયસર ખામીની જાણ થતાં જ મોટી દુર્ઘટના ટળી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here