ભારત-ચીનના સંબંધોને લઇને વિદેશમંત્રી એસ.જયશંકરે કહી મહત્વપૂર્ણ વાત

0
45

કેન્દ્ર સરકારના જમ્મુ કાશ્મીરના નિર્ણયની ચર્ચા દુનિયાભરમાં ચાલી રહી છે અને આ વચ્ચે વિદેશમંત્રી એસ.જયશંકર ચીન પહોંચ્યા છે. અહીં તેમણે ચીનના વિદેશમંત્રી વાંગ લી સાથે મુલાકાત કરી. બંન્ને દેશો વચ્ચે આ મુલાકાતમા ઘણાં મુદ્દાઓ પર વાતચીત થઈ. વિદેશમંત્રી એસ.જયશંકરે નિવેદન આપ્યું છે કે, ભારત અને ચીન વચ્ચે ઘણાં મુદ્દાઓને લઈને મતભેદ છે પરંતુ તે મતભેદને વિવાદ નહી બનવા દેશે.

ભારત-ચીનની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા વિદેશમંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે, ભારત અને ચીન આવનારા સમયમાં તેવા 100 પ્રયાસો કરશે જેનાથી બંન્ને દેશના લોકોમાં પરસ્પર જોડાણ બની શકે. આ દરમિયાન 2020 માટે એક્શન પ્લાન પણ સાઈન કરવામાં આવ્યો. વિદેશમંત્રી એસ.જયશંકરે કહ્યું કે, જ્યારથી બંન્ને દેશઓ વચ્ચે વુહાન બેઠકો થઈ છે, ત્યારથી બંન્ને દેશો વચ્ચે કોઈ મોટો વિવાદ થયો નથી. બંન્ને દેશો વચ્ચે આર્થિક ભાગીદારી સતત વધી રહી છે. તેવામાં ઘણાં મતભેદો થવાની શક્યતા છે, પરંતુ તેને વિવાદ બનાવા દેવામાં આવશે નહી.

જ્યારે ચીનના વિદેશમંત્રી વાંગ લીએ જમ્મુ કાશ્મીર મુદ્દે નિવેદન આપ્યું કે, ભારતે જે નિર્ણય લીધો છે, તેના પર અત્યારે તે જરૂરી છે કે વિસ્તારમાં શાંતિ જળવાય રહે. સાથે જ તેમણે કહ્યું કે, અમારી વચ્ચે કેટલાક પરસ્પર મતભેદ છે, પરંતુ અમે તેને સ્વિકાર કરવામાં કોઇ સંકોચ નથી રાખતા. આ મુલાકાતમાં બંન્ને દેશો વચ્ચે કૈલાસ માનસરોવર યાત્ર મુદ્દે પણ વાતચીત થઈ. વિદેશમંત્રી એસ.જયશંકરે જણાવ્યું કે, ચીન તરફથી માનસરોવર યાત્રાને લઈને કેટલાંક સુચનો આપવામાં આવ્યા છે, જેના પર તેઓ વિચાર કરશે.

નોંધનીય છે કે, વિદેશમંત્રી એસ. જયશંકરની ચીન મુલાકાત ત્યારે થઇ જ્યારે પાકિસ્તાન જમ્મુ કાશ્મીર મુદ્દે દુનિયાભર પાસે મદદ માંગી રહ્યું છે, પાકિસ્તાની વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશી પણ આ મુદ્દે ચીન પહોંચ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here