ITBPએ વધુ એક શિખર સર કર્યું : ભારત-તિબેટ સીમા પોલીસે હિમાચલના ત્રીજા સૌથી ઉચ્ચા શિખર પારગિલ પર તિરંગો ફરકાવ્યો

0
0

ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ(ITBP)ના જવાનોએ 22 હજાર 222 ફુટ ઉંચે આવેલા પારગિલ શિખર પર તિરંગો ફરકાવીને રિકોર્ડ બનાવ્યો છે. આ હિમાચલની ત્રીજી સૌથી મોટું શિખર છે. 16 જવાનોના દળમાંથી 12ને આ સફળત મળી છે. આ અભિયાન કોરોના મહામારીના કારણે વધુ અધરું થઈ ગયું હતું. આ અભિયાન દરમિયાન કોવિડની ગાઈડલાઈનનું પણ પાલન કરવામાં આવ્યું છે.

રેકોર્ડ બનાવનાર આ દળ 20 ઓગસ્ટ ITBPના શિમલા હેડક્વાર્ટરમાંથી રવાના થયું હતું. સૌથી પહેલા 31 ઓગસ્ટે ડેપ્યુટી કમાન્ડન્ટ કુલદીપ સિંહની આગેવાનીમાં કોન્સ્ટેબલ પ્રદીપ નેગી, કાકો કેદારતા, અનિલ નેગી અને આશીષ નેગી શિખર પર પહોંચ્યા હતા. આ જ ટીમના સાત સભ્યો મંગળવારે 11.30 વાગ્યે ધર્મેન્દ્ર ઠાકુરની આગેવાનીમાં શિખર પર પહોંચ્યા.

આ સૌથી કપરા ચઢાણવાળું શિખરમાં સામેલ
ITBPએ કહ્યું લિયો પારગિલ ભારતના સૌથી કપરા ચઢાણવાળુ શિખરો પૈકીનું એક છે. અહીં ઓક્સિજનની અછત છે, જબરજસ્ત ઠંડી અને ઉંચાઈ પર થનાર આરોગ્ય સાથે સંકળાયેલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

હેડ કોન્સ્ટેબલ પ્રદીપને બીજી વખત મળી સફળતા
આ ટીમમાં સામેલ હેડ કોન્સ્ટેબલ પ્રદીપ નેગી લિયો પારગિલ પર બીજી વખત પહોંચ્યા છે. તેઓ વિશ્વના સૌથી ઉંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર પણ બે વખત ચઢાણ કરી ચૂક્ય છે. તેઓ હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના છિટકલ ગામના રહેવાસી છે. આ ગામ ચીનનીની સીમાની નજીક આવેલું છે.

આઈટીબીપી પહાડ પર ચઢાણના 213 અભિયાન પૂરા કરી ચૂક્યું છે
ખૂબ જ ઉંચાઈ અને વધુ ઠંડીવાળા વિસ્તારમાં તહેનાત થવાના પગલે ITBPને સૌથી ફીટ માનવામાં આવે છે. તે અત્યાર સુધીમાં પહાડોના શિખરો ચઢવાના 213 અભિયાન પુરી કરી ચૂકી છે. આ પણ એક રેકોર્ડ જ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here