ભારત-અમેરિકાએ પાકને આતંકવાદીઓ વિરુદ્ધ તાત્કાલિક અને નક્કર પગલા લેવા કહ્યું

0
11

વોશિંગ્ટન

ભારત અને અમેરિકાએ ગુરૂવારના રોજ પાકિસ્તાનને ખૂબ જ સ્પષ્ટ અને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે આતંવાદીઓ વિરુદ્ધ તાત્કાલિક અને નક્કર કાર્યવાહી કરવામાં આવે. પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ અન્ય દેશોમાં આતંકવાદ ફેલાવવા માટે કરવામાં આવી રહ્યો છે. બંને દેશોએ પાકિસ્તાનને એમ પણ કહ્યું કે તેઓ મુંબઈ અને પઠાણકોટ હુમલા સહિત પાકિસ્તાનની સીમાથી થયેલા આતંકવાદી હુમલાઓના ગુનેગારો વિરુદ્ધ કાયદાકીય પગલા ભરવાનું શરૂ કરે.

ભારત અને અમેરિકા વચ્ચે 2+2 બેઠક બાદ એક સંયુક્ત નિવેદન પ્રમાણે બંને દેશોએ પાકિસ્તાનથી અલ કાયદા, આઈએસઆઈએસ, લશ્કર-એ-તોયબા, જૈશ-એ-મોહમ્મદ, હક્કાની નેટવર્ક, હિજ્બ-ઉલ-મુજાહિદીન, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અને અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ડી કંપની સહિત તમામ આતંકવાદી નેટવર્કો વિરુદ્ધ નક્કર કાર્યવાહી કરવા માટે કહ્યું છે.

ભારત અને અફઘાનિસ્તાને, પાકિસ્તાન પર અફઘાન તાલિબાન, હક્કાની નેટવર્ક અને અન્ય આતંકવાદી સમૂહોને છાવરવાનો આરોપ લગાવ્યો છે. આ નિવેદન ભારત-અમેરિકા વચ્ચેની 2+2 બેઠક બાદ જાહેર કરવામાં આવ્યું છે. આ બેઠક વિદેશ મંત્રી એસ જયશંકર અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ તથા અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિઓ તેમજ રક્ષા મંત્રી માર્ક એસ્પર વચ્ચે યોજાઈ હતી. આ બેઠક રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પર ઐતિહાસિક મતદાન દરમિયાન વિદેશ મંત્રાયલમાં બુધવારના રોજ યોજાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here