Saturday, September 18, 2021
Homeઈન્ડોનેશિયા : કપલના લગ્ન સમારોહમાં દુલ્હાની એક્સ ગર્લ ફ્રેન્ડે તેની સાથે પરણવા...
Array

ઈન્ડોનેશિયા : કપલના લગ્ન સમારોહમાં દુલ્હાની એક્સ ગર્લ ફ્રેન્ડે તેની સાથે પરણવા માટે કહ્યું

ઈન્ટરનેટ પર હાલ લગ્નને લઈ અવનવી ઘટનાઓના સમાચાર વાઈરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં ઈન્ડોનેશિયાનો એક દુલ્હો છવાઈ ગયો છે. નૂર ખુન્સુલ અને કોરિક અકબરના લગ્ન થઈ રહ્યા હતા તેવામાં કોરિકની એક્સ ગર્લફ્રેન્ડ આવી અને કોરિકને તેની સાથે પણ લગ્ન કરવા માટે કહ્યું. નવાઈની વાત તો એ છે કે કોરિકે એક્સ ગર્લફ્રેન્ડ યુનિતાને પરણવાની હા પાડી દીધી.

કોરિક અને નૂરના લગ્નની વાત કોરિકની પૂર્વ પ્રેમિકા યિનિતાને સોશિયલ મીડિયા દ્વારા જાણ થઈ. સોશિયલ મીડિયા પર બંનેના ફ્રેન્ડ્સ તેમને લગ્ન માટે અભિનંદન પાઠવી રહ્યા હતા. ત્યારબાદ તે લગ્ન મંડપમાં પહોંચી ગઈ ને કોરિક તેની સાથે પણ લગ્ન કરે તેવી ઈચ્છા વ્યક્ત કરી.

પૂર્વ પ્રેમિકા સાથે વર્ષ 2016માં ડેટ કરતો હતો

કોરિક અને યુનિતા 2016માં એકબીજાને ડેટ કરતા હતા. કોરિક કહે છે કે તે ખુબ આશ્ચર્યચકિત છે કે યુનિતાએ તેને લગ્ન માટે પૂછ્યું અને તે લગ્ન સમારોહમાં આવી ગઈ. કોરિક માટે એક જ મંડપમાં બંને પ્રેમી સાથે લગ્ન કરવાનો નિર્ણય લેવો સરળ નહોતો.

પરિવાર સાથે ચર્ચા કરી બંને પ્રેમિક સાથે લગ્ન કર્યા

કોરિક અને નૂરના લગ્ન સમારોહમાં યુનિતાએ પણ લગ્ન કરવા માટે પૂછતા કોરિકે તેના ફેમિલી સાથે વિચાર વિમર્શ કર્યો અને ત્યારબાદ નિર્ણય લીધો કે તે બંને સાથે લગ્ન કરશે. લગ્ન માટે દુલ્હેરાજાએ બંને પાસેથી કાયદેસરનું દહેજ પણ લીધું છે. બંને દુલ્હનોએ 1.75 મિલિયન ઈન્ડોનેશિયલ રૂપિયાહ (આશરે 8980 રૂપિયા) દહેજમાં આપ્યા.

જોકે દુલ્હાએ બંને જોડે લગ્ન કર્યા બાદ જણાવ્યું કે હવે તેના માથે તેને વધારે ભાર લાગી રહ્યોછે. કારણે કે તેણે બંને પ્રેમિકા સાથે લગ્ન તો કરી લીધા પરંતુ તે હાલ બેરોજગાર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments